તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો ચુકાદો:અંજારમાં ચેક પરત કેસમાં બમણી રકમ સાથે મહિલાને 2 વર્ષની સજા

અંજારએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્લોટ ખરીદી બાદ નાણાં ન ચૂકવતા થઇ હતી ફરિયાદ

અંજારમાં પ્લોટ લીધા બાદ નાણાં ન ચૂકવતા અંજાર કોર્ટે ચેક પરત થવાના કેસ સંદર્ભે આરોપી મહિલાને ચેકની બમણી રકમ તથા 2 વર્ષની કેદની સજા સંભળાવી હતી. આ કેસ અંગે મળતી વિગતો મુજબ અંજારમાં રહેતી આરોપી માદ્રીબેન પિયુષભાઈ નાથાણીએ અંજારમાં રહેતા ફરીયાદી હિરેન અત્રીલાલ પંડયા પાસેથી જી.આઈ.ડી.સીનો પ્લોટ નં.9 રૂ. 31,14,000માં વેચાણથી લીધો હતો. જે પ્લોટ આરોપી માદ્રીબેનના નામે ટ્રાન્સફર થઈ ગયો હતો અને આ પ્લોટના હપ્તા પેટે 6 ચેકો આપ્યા હતા પરંતુ તે 6 ચેકો અપુરતા ભંડોળના કારણે રીટર્ન થતા આરોપીએ ફરીથી 3 ચેકો આપ્યા હતા અને એ ચેકો આપવા સંદર્ભે નોટરી રૂબરૂનું લખાણ પણ કરી આપ્યું હતું.

જેથી ફરીયાદીએ ફરીથી આ ચેકો બેંકમાં જમા કરાવતા અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યા હતા. જેથી ફરીયાદીએ લીગલ નોટીસ આપી હતી. પરંતુ આ નોટીસ બજી ગયા બાદ પણ આરોપીએ નાણા ચુકવવાની દરકાર ન કરતા ફરીયાદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસમાં પુરાવા બાદ અદાલતે ચેકની રકમ રૂ. 31,14000ની બમણી રકમ રૂા 62,00,000 ફરીયાદીને ચુકવવા અને રૂ. 28,000ના દંડની રકમ અને બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો તેમજ દંડની રકમ ન ભરે તો 6 માસની સજાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ફરીયાદી તરફે એડવોકેટ દિનેશ જે. રાવલ, ભરત આર. પ્રજાપતિ તથા વિનોદ જે. રાવલે હાજર રહીને દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો