તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:પ્રથમ દિવસે રસીકરણમાં અંજારને બાકાત રખાતા વ્યાપક રોષ, આખરે ભૂલ સુધારાઈ

અંજાર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તંત્રની બેવડી નીતિનું ફરી ભોગ બન્યું અંજાર
 • માત્ર પાંચ તાલુકાઓમાં જ રસીકરણની શરૂઆત કરાતા સો.મીડિયામાં વિરોધ

જિલ્લા કોરોના કાળમાં 18થી 45 વર્ષનાઓને રસીકરણની શરૂઆત કરવામાં આવી છે પરંતુ જિલ્લાના 5 તાલુકામાં જ આ કામગીરીની શરૂઆત કરાતા અને અંજારને તેમાં બાકાત રાખી દેવામાં આવતા કચવાટ ઉભો થયો હતો. જે બાબતે સોશ્યલ મીડિયામાં ભારે વિરોધ કરાયા બાદ આખરે તંત્ર દ્વારા બીજા દિવસથી અંજાર સહિત જિલ્લાના તમામ તાલુકાઓને પણ રસીકરણ ઝુંબેસમાં સામેલ કરી લેવામાં આવ્યો હતા.

અંજારમાં ઓક્સિજનના બટલાઓની ખૂબ મોટા પાયે જરૂરત હોવા છતાં અંજારના દર્દીઓની ચિંતા કર્યા વગર અહીં ઉત્પદન થતું ઓક્સિજન અન્ય તાલુકાઓની ફાળવી દેવામાં આવ્યું છે. ખુદ શહેરના લોકો ઓક્સિજન માટે વલખા મારી રહ્યા હોવા છતાં કહેવાતા રાજકીય આગેવાનો ચૂપ બેઠા છે અને અન્ય તાલુકાઓમાં ઓક્સિજનના સિલિન્ડરોની સપ્લાય ચાલુ કરી દેવામાં આવી છે.

તે ઓછું હોય તેમ રસીકરણ બાબતે પણ અંજાર સાથે અન્યાય થયો હોવા છતાં એકેય રાજકીય આગેવાનોના પેટનું પાણી પણ હલ્યું ન હતું. કચ્છમાં ભુજ બાદ અંજારમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે. જે મુજબ ભુજ, અંજાર, ગાંધીધામ અને માંડવીમાં ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે. જેથી આ ચારેય તાલુકામાં સૌથી પહેલા આરોગ્ય સેવાઓ મજબૂત કરવાની જરૂર છે.

છતાં તંત્ર દ્વારા આડેધડ આયોજન કરી ભચાઉ, ભુજ, ગાંધીધામ, માંડવી અને નખત્રાણામાં તો રસીકરણ અભિયાનની શરૂઆત કરાઈ છે પરંતુ આ અભિયાનમાં અંજારને પડતું મૂકી દેવામાં આવતા કચવાટ ઉભો થયો હતો અને સોશ્યલ મીડિયામાં એટલો વિરોધ કરાયો હતો કે ડીડીઓએ ખુદ ભૂલ સ્વીકારી રવિવારથી અંજાર સહિત દશેય તાલુકામાં રસીકરણ કરાશે તેવું જાહેર કર્યું હતું.

જે બાદ શનિવારે રાત્રે કચ્છના તમામ તાલુકાઓમાં રસીકરણ થશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ પહેલા દિવસે રસીકરણ અંગેની યાદી બનાવનાર અધિકારી સામે કાયદાકીય પગલાં ભરવા સુધીની માંગ પણ સોશ્યલ મીડિયામાં કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો