તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:અંજારની ગોવર્ધન નંદિશાળા ખાતે ગોદામ, કાર્યાલય અને ચબૂતરાનું લોકાર્પણ કરાયું

અંજાર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂા. 70 લાખના ખર્ચે તૈયાર થયેલી સુવિધાઓ લોકો માટે ખુલ્લી મુકાઈ

અંજારમાં કાર્યરત ગુજરાતની સૌ પ્રથમ ગોવર્ધન નંદિશાળા ખાતે રૂ. 40 લાખના ખર્ચે નિર્મિત ઘાસ ગોડાઉન સહિત કુલ રૂ. 70 લાખના ખર્ચે નિર્મિત નંદીશાળા કાર્યાલય, ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ.1.50 કરોડ સતાપર ખાતેના ગોવર્ધન પર્વત માટે પ્રવાસન વિભાગ હેઠળ ફાળવવાની જાહેરાત કરતા રાજયમંત્રી વાસણભાઇ આહિરે નંદી-ગૌ સેવા દાતાઓ અને ભકતોનું સન્માન કરતાં જણાવ્યું હતું કે, ગૌ-નંદી સેવા આપણો ધર્મ છે. રાજયની પ્રથમ નંદીશાળામાં 550 જેટલાં નદીઓની સેવા થઇ રહી છે. એ કચ્છ અંજારના ગૌ-નંદી સેવા ભકતો, દાતાઓ અને રસિકોને આભારી છે.

સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત અને સંવેદના સેવા ગ્રુપ અંજારના પ્રમુખ મહંત ત્રિકમદાસજી મહારાજે નંદીપ્રેમી દાતાઓને આવકારતાં ગોવર્ધન નંદી શાળામાં નિત્ય સેવા આપતા ગોવાળીયાની પ્રશંસા કરી રાજય સરકાર દ્વારા પ્રવાસન તરીકે સતાપર ખાતેના ગોવર્ધન પર્વતને વિકસાવવા ફાળવવામાં આવેલ રૂ.1.50 કરોડના અનુદાનની જાહેરાત માટે રાજયમંત્રીનો આભાર માન્યો હતો. આ તકે રાજસ્થાન પથમેળાના મહંત મુકદંજી મહારાજે જણાવ્યું હતું કે, નંદીશ્વ ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે. ગાય વગર કોઇની ગતિ નથી. તેમને ગુજરાતની પ્રથમ નંદીશાળા માટે દાતા ભાવિકોની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે દાતા બાબુભાઇ હુંબલ, હરિભાઇ જાટિયા, અશોક સોની અને રણછોડભાઇ આહિરે પ્રાસંગિક પ્રવચનમાં ગુજરાતની પ્રથમ નંદીશાળાના સ્થાપના અને વહન તેમજ સેવા માટે થતી પ્રવૃતિઓ અને દાતાઓની સેવા અને દાનની વિસ્તૃત વિગતો રજુ કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ ગોવર્ધન નંદીશાળામાં યોગદાન, આપનાર ગોવાળીયા, દાતાઓ, કર્મવીરોનું તકતી શાલ આપી મહંત ત્રિકમદાસજી વતી સન્માન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં શાસ્ત્રી ઘનેશ્વર, ભગવાનદાસજી મહારાજ, ડી.સી.ઠકકર, ત્રિકમભાઇ છાંગા, જીવા શેઠ, હરિભાઇ જાંટિયા, રાજુભાઇ પલણ, જીજ્ઞેશ દોશી, મયુર મજેઠીયા, જખાભાઇ હુંબલ, ગોપાલ માતા જેવા વિવિધ કામો સાથે સંકળાયેલા દાતાઓ, ભાવિકો ભાવપૂર્વક હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...