તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખું વચન:વોર્ડ નં. 4ની 20 ટકા સમસ્યા પણ જો બાકી રહી જશે તો હું ક્યારેય ચૂંટણી નહીં લડું

અંજાર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજારમાં કોંગ્રેસી નગરસેવકે લોકોને આપ્યું અનોખું વચન
  • વિસ્તારના પ્રશ્નો માટેનું સૂચન લેવા માટે ઘરો-ઘર ફોર્મનું વિતરણ કરાશે

અંજાર નગરપાલિકાની ચૂંટણીમાં વિજયી થયેલા એક માત્ર કોંગ્રેસના નગરસેવક દ્વારા અનોખો નિર્ણય કરાયો છે. જેમાં પાલિકા સંલગ્ન સમસ્યાઓ જો 5 વર્ષમાં 20 ટકા પણ બાકી રહી જશે તો ફરી વખત તેઓ ક્યારેય ચૂંટણી નહિ લડે તેવો વચન આપવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ અંજાર નગરપાલિકા વોર્ડ નં. 4ના નગરસેવક રાજેન્દ્રસિંહ ટી. જાડેજા દ્વારા તેમના વિસ્તારના તમામ રહેવાસીઓના ઘરો-ઘર એક ફોર્મ છપાવી આપવામાં આવ્યું છે, જે ફોર્મમાં નગરપાલિકાને લગતી સમસ્યાઓનું લોકો પાસેથી સૂચન લેવામાં આવ્યું છે અને તમામ સોસાયટીમાં એવા 3-3 સ્વયંસેવકોની યાદી બનાવીને જાહેર કરાઈ છે, જેમાં લોકોએ ફોર્મ ભરી અને તેમની સોસાયટીના સ્વયંસેવકને આપવાનું રહેશે.

જે બાદ તે ફોર્મનું શોર્ટલીસ્ટ કરી લોકો દ્વારા જણાવવામાં આવેલી સમસ્યાઓને દૂર કરવાની માંગણી નગરસેવક નગરપાલિકાની જનરલ બોર્ડમાં મુકશે. જે બદલ કોંગ્રેસી નગરસેવક દ્વારા લોકોને એવું વચન અપાયું છે કે, આ ફોર્મના માધ્યમથી જે સમસ્યા મળશે તેમાંથી જો 20 ટકાથી વધુ સમસ્યાઓ દૂર કરવાની બાકી રહી ગઈ હશે તો હવે પછીથી તેઓ ક્યારેય ચૂંટણીમાં ઉભા નહિ રહે.

દરેક વિસ્તારમાંથી 30 લોકો જોડાશે તો સમગ્ર અંજાર શહેર માટેની ઝુંબેશ ઉપાડાશે
આ બાબતે રાજેન્દ્રસિંહ જાડેજાએ શહેરવાસીઓને અપીલ કરીને જણાવ્યું હતું કે, જો શહેરના દરેક વોર્ડ માંથી 30-30 યુવાનો આ કામગીરીમાં સાથે જોડાશે તો આવી કામગીરી સમગ્ર શહેરના તમામ વોર્ડમાં શરૂ કરાશે અને તમામ વોર્ડની તકલીફોને તાત્કાલિક દૂર કરવાના પ્રયત્નો કરાશે.

અન્ય સમાચારો પણ છે...