તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જગ્યાનો અભાવ:અંજાર પોલીસ મથકે જગ્યાના અભાવે વાહનોની ઇમારત

અંજાર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટ્રાફિક નિયમન અંતર્ગત દંડ વધારાના કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિ: 500થી વધુ બાઇક, 50થી વધુ કાર, મોટા વાહનોના કારણે ભંગારવાળો બન્યો

નવા ટ્રાફિક નિયમન કાયદા અંતર્ગત ખૂબ ઉંચા દંડની જોગવાઇના કારણે લોકો તો પરેશાન થયા જ છે, સાથે પોલીસ મથકોમાં પણ વાહનોના ભરાવો થતા જોવા મળી રહ્યો છે. જેના કારણે હાલે અંજાર પોલીસ મથકની વાત કરીએ તો એક પર એક વાહનો રાખવામાં આવ્યા હોવાથી જાણે નવી વાહનોની ઇમારત ઉભી કરી દેવામાં આવી હોય તેવા દ્રશ્યો નિર્માણ પામ્યા છે તો બીજી તરફ જાણે પોલીસ મથક નહિ પરંતુ કોઈ ભંગારનો વાળો હોય તેમ વાહનોનો ભરાવો થયો છે.આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હાલે અંજાર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2006-07થી વાહનો પડેલા છે.

અમુક વાહનો કોર્ટ કેસના કારણે છોડવામાં નથી આવ્યા તો મોટા ભાગના વાહનો એવા છે, જે મોટા દંડના કારણે છોડાવવામાં નથી આવ્યા, હાલે અંજાર પોલીસ મથકના ગ્રાઉન્ડમાં 500થી વધુ બાઇક એવી છે જેને પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કાયદા અંતર્ગત ડિટેઇન કરવામાં આવી છે. પરંતુ જૂની અને ઓછો કિંમતની બાઇક હોવા છતાં આર.ટી.ઓ નો દંડ એટલે મોટો આવે છે કે, લોકો તેનો વાહન પણ નથી છોડાવતા પરિણામે વાહનો પોલીસ મથકે જ પડ્યા રહ્યા છે, તો બીજી તરફ 60થી 70 કાર અને મોટા વાહનો પણ ડિટેઇન થવાના કારણે મોટા દંડના ભયે છોડાવવામાં નથી આવ્યા પરિણામે પોલીસ મથકના ગ્રાઉન્ડમાં વાહનો રાખવાની જગ્યા ન બચતા એક પર એક વાહનો રાખી દેવામાં આવ્યા છે. જેના કારણે વાહનોની ઇમારત બનતી જોવા મળી રહી છે. તો બીજી તરફ અંજાર પોલીસ સ્ટેશનમાં જુના અને કટાઈ ગયેલા વાહનોના કારણે જાણે નવું ભંગાર વાળો બનાવવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો ઉભા થયા છે.

દંડની મસમોટી રકમ ન ભરાતાં લાંબા સમયથી અંદાજિત 1.65 કરોડના વાહનો પોલીસ મથકે કટાઇ રહ્યા છે
અંજાર પોલીસ મથકમાં 500થી વધુ મોટર સાઇકલ, 50થી વધુ કાર ઉપરાંત છકડા-રીક્ષા, ટેમ્પો, ટ્રક સહિતના વાહનો છેલ્લા લાંબા સમયથી કટાઈ રહ્યા છે. જેની અંદાજિત કિંમત 1.65 કરોડ જેવી સરકારી ભાવ મુજબ ટાંકવામાં આવી છે. લાખો રૂપિયાના વાહનો સળી રહ્યા છે છતાં મજબૂરીમાં લોકો પોતાના વાહનો નથી છોડાવી રહ્યા ત્યારે માત્ર લોકો માટે જ નહીં પણ હવે આ ટ્રાફિક નિયમનનો મોટા દંડ વાળો કાયદો પોલીસ માટે પણ સિરદર્દ બન્યો છે.

RTOને સત્તા મળે તો જ સમસ્યાનું સમાધાન થાય
આ અંગે એક વરિષ્ઠ પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે, સરકારે કાયદાના અમલ સાથે તેની વ્યવસ્થા પણ યોગ્ય ઢબે કરવી જોઈએ, હાલ એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે કે જેનો પણ વાહન ડિટેઇન થાય તે લગભગ હવે પોતાનો વાહન ભૂલી જ જાય છે, કારણ કે 10 હજારની બાઈકના 20 હજાર કોઈ ન ભરે, જેથી સરકારે દંડ નક્કી કરવાની સત્તા આર.ટી.ઓ ને આપી દેવી જોઈએ વાહન મુજબ જો દંડ ફટકારવામાં આવે તો લોકો વાહન ડિટેઇન થયા બાદ તેને છોડાવી પણ શકે અને વાહનોનો ભરાવો પણ ન થાય અને તમામ સમસ્યાનું સમાધાન પણ થઈ જાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો