તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહૂર્ત:અંજારમાં રૂ.5.41 કરોડના ખર્ચે રિસરફેસિંગ થનાર વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું

અંજાર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખખડધજ થયેલો એરોડ્રામ વરસામેડી વેલસ્પન રોડની મરંમત કરાશે

અંજાર તાલુકાના મોડવદર ગામે પંચાયત માર્ગ અને મકાન વિભાગ ભુજ તેમજ માર્ગ મકાન પેટા વિભાગ, મુન્દ્રા દ્વારા રૂ.5.41 કરોડના ખર્ચે નિર્મિત થનારા નોન પ્લાન અને રિસરફેસીંગ થનાર વિવિધ રસ્તાઓનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજયમંત્રી વાસણભાઇ આહિરે માહિતી આપતા જણાવ્યું હતું કે રૂ.81.92 લાખના ખર્ચે મોડવદરથી નેશનલ હાઈવે રોડ રૂ.51.10 લાખના ખર્ચે માથક એપ્રોચ રોડ, રૂ.36.08 લાખના ખર્ચે વરસામેડી શાંતિધામ-ગેબનશા પીર રોડ, રૂ.79.94 લાખના ખર્ચે જુના પસુડાથી નવા પસુડા રોડ, રૂ.2.24 કરોડના ખર્ચે એરોડ્રામ વરસામેડી, વેલસ્પન રોડ રીસરફેસીંગ અને રૂ.68.83 લાખના ખર્ચે પસુડા-સુખપર રોડને રીસરફેસીંગ પૈકી કુલ વિવિધ 6 રોડ રસ્તા કામનું આજે ખાતમૂહૂર્ત થયું છે તેમજ મોડવદર ખાતે રબારી સમાજની વાડી માટે રૂ.2.5 લાખની ગ્રાન્ટ બાબુભાઇ મરંડે આપી છે તેવું પણ ખાતમૂહર્ત કરાયું છે.

રૂ.2.24 કરોડના ખર્ચે રીસરફેસીંગ થનારા 8 કિ.મી.ના એરોડ્રામ વરસામેડી વેલસ્પન રોડથી ઔધોગિક અને પ્રજાની આવન-જાવનમાં સરળતા પડશે એમ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ કચ્છમાં થયેલા વિકાસ કામોને રજુ કરતાં જણાવ્યું હતું. શંભુભાઇ આહિરે જણાવ્યું હતું કે સિંચાઇ માટે વરસામેડીને રૂ.92 લાખની ગ્રાન્ટ મંજુર થઇ છે. નર્મદાથી કચ્છમાં હરિયાળી ક્રાંતિ સર્જાશે. આ પ્રસંગે ગ્રામજનો સહિત અંજાર તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઇ ડાંગર, મ્યાજરભાઇ છાંગા, મોડવદર સરપંચ ગીતાબેન શંભુભાઇ ડાંગર, ગળપાદર, માથક, પસવારીયા, પડાણા, અજાપરના સરપંચો અને અગ્રણીઓ તેમજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી બારોટ, સેકસન અધિકારી સૈયદ, ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી વ્યાસ, એટીવીટીના સભ્યો વગેરે ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો