તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:અંજારના મીંદિયાળા-નગાવલાડીયા ગામે વિવિધ વિકાસકામોના લોકાર્પણ કરાયા

અંજાર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખેડોઈ ગામે તળાવ ઊંડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરાયું

ચાલુ વર્ષે જળસંચયનો વ્યાપ વધે તે માટે રાજય સરકાર દ્વારા સુજલામ-સુફલામ જળ અભિયાન-2021 તા.1લી અપ્રિલથી તા.31મી મે સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય જળ સંગ્રહના કામો જેવા કે હયાત તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમોનું ડિસીલ્ટીંગ, હયાત જળાશયો, હયાત નુકશાન પામેલ ચેકડેમોના રીપેરીંગ તથા તળાવોના વેસ્ટવીયરના રીપેરીંગના કામોનો સમાવેશ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત અંજાર તાલુકાના ખેડોઇ ગામે ખારું તળાવ ઊંડું ઉતારવાનાં કામ સાથે જિલ્લામાં સુજલામ-સુફલામ જળ અભિયાનનાં ચોથા તબક્કાનો રાજયમંત્રી વાસણભાઇ આહિર દ્વારા ખાતમૂહૂર્ત કરી શુભારંભ કરાવાયો હતો.

રાજયમંત્રીએ જણાવ્યું હતું કે, કચ્છમાં વધુમાં વધુ પાણીના સંગ્રહ થાય અને સંગ્રહ શકિત વધે તે માટે જિલ્લામાં 1198 જેટલા કામો સુજલામ સુફલામ જળ અભિયાન-2021 અંતર્ગત મંજુર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત જિલ્લામાં કુલ 1624 કરોડ લીટર જેટલો પાણીનીસંગ્રહ શકિતમાં વધારો થશે. જેનો લાભ લાભ પીવા માટે, પશુ-પક્ષીઓ તેમજ જમીનમાં પાણીના તળ ઉંચા લાવવા માટે અને સિંચાઇ માટે પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે થશે. તાલુકાનાં મીંદીયાળામાં નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાનું લોકાર્પણ કરાયું હતું.

2.12 કરોડના ખર્ચે નિર્મિત સરકારી માધ્યમિક શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપરાંત સ્માર્ટ સ્ટડી રૂમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જીવાભાઇ આહીર, કાનજીભાઈ આહિર, શંભુભાઇ હુંબલ, આંબાભાઇ રબારી, પરમાભાઇ પટેલ, જીગરભાઇ ગઢવી, સજ્જનસિંહ જાડેજા, ઈન્ચાર્જ સરપંચ વિરમભાઇ, બાબુભાઇ રબારી, અંજાર પ્રાંત અધિકારી ડો.વિમલ જોશી, જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી રમેશભાઇ વ્યાસ, નાયબ કાર્યપાલક ઈજનેર બલદાણીયા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો