તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વરસામેડીની યુવતીને 9 મેરેજ બ્યુરોએ છેતરી 2.44 લાખ પડાવ્યા

અંજાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માગણી મુજબના એક પણ છોકરાની પ્રોફાઈલ ન મુકાઈ, ફી વસૂલી લીધી

અંજાર તાલુકાના વરસામેડી ગામે રહેતી યુવતીને એક પછી એક એમ 9 મેરેજ બ્યુરો વાળાએ છેતરી રૂ. 2,44,650 પડાવી લઈ માંગણી મુજબના એક પણ છોકરાની પ્રોફાઈલ ન મૂકી છેતરપિંડી કરવામાં આવતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે અંજાર પોલીસ મથકેથી નેશનલ પાર્ક, વરસામેડીમાં રહેતા નીલમબેન વેદપ્રકાશ અરોરાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તેમની પુત્રી ચાંદનીના લગ્ન કરવાના હોવાથી ફિડિલિટી મેટ્રોમોનિયલ, દિલ્લી માંથી વરુણનો ફોન આવ્યો હતો અને તેમના પાસે સારા છોકરાઓની પ્રોફાઈલ હોવાનું જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ પોતાની પસંદ મુજબના છોકરાની પ્રોફાઈલ મંગાવતા રૂ. 42,500ની ફી માંગી હતી. જે જમા કરાવી દેતા અલગ-અલગ પ્રોફાઈલ બતાવી હતી પરંતુ બતાવેલ છોકરાઓ માંથી કોઈથી વાત ન કરાવી અને ફરિયાદીની પુત્રીના ફોન ઉપાડવાનું બંધ કરી નાખ્યું હતું.

તેવી જ રીતે સાઇકોરિયન મેટ્રોમોનિયલ, દિલ્લીથી સપનાનો ફોન આવ્યો હતો. જેને પણ સારી પ્રોફાઈલ હોવાનું જણાવી રૂ. 70,000ની ફી લઈ લીધી હતી પરંતુ એક પણ પ્રોફાઈલ મૂકી ન હતી. આવી જ રીતે યુવતીને અલગ અલગ બ્યુરો માંથી ચંદર, અજયકુમાર જેસવાલ, રીતુ ચડા, સૌરભ, જાનવી, મોનીકા અને ઇશાનો ફોન આવ્યો હતો અને તે તમામ મેરેજ બ્યુરોને અલગ-અલગ કુલ રૂ. 2,44,650ની ફી ચૂકવ્યા છતાં ખોટા ફોટા, પ્રોફાઈલ અને નામ સરનામાં મૂકી માંગણી મુજબની એક પણ પ્રોફાઈલ ન મૂકી છેતરપિંડી કરવામાં આવતા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો