તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેતવણી:મોડવદરની ખાનગી કંપનીને ગૌચર જમીન પરથી દબાણ હટાવી લેવા તાકીદ

અંજાર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતે પત્ર લખી આપી ચેતવણી, કોંગ્રેસના દબાવ બાદ કરાઈ કાર્યવાહી

અંજાર તાલુકાના મોડવદર ગામની ખાનગી કંપનીને ગૌચર જમીન પરથી દબાણ હટાવી લેવા માટે ગ્રામ પંચાયતે પત્ર લખી ચેતવણી આપી છે. આ અંગે મળતી માહિતી મુજબ અંજાર તાલુકાના મોડવદર ગામે આવેલી સીલ ઓઇલ કંપની દ્વારા ગામની ગૌચર જમીન પર કંપનીનો ગેટ નાખી દેવામાં આવ્યો છે. ઉપરાંત જ્યાં વૃક્ષારોપણ કરવાનું છે ત્યાં મેટલ પાથરી દેવામાં આવી હોવાથી અંજાર તાલુકા કોંગ્રેસની અરજી બાદ ગ્રામ પંચાયત દ્વારા ખાનગી કંપનીને પત્ર લખી દબાણ હટાવી લેવા પત્ર લખવામાં આવ્યો છે.

ઉપરાંત પત્રમાં લખ્યા મુજબ ગંદુ કેમિકલ યુક્ત પાણી કંપની માંથી છોડવામાં આવતું હોવાથી તેને પણ બંધ કરી દેવાની સૂચના અપાઈ છે અને જો તેમ નહિ કરાય તો કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક રોજગારી તેમજ બાંધકામને લગતી માહિતીઓ પણ કંપની પાસેથી માંગવામાં આવી હતી. જેનો કોઈ પ્રતિઉત્તર કંપની દ્વારા ગ્રામ પંચાયતને હજુ સુધી આપવામાં આવ્યો નથી. તેવું તલાટી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

કંપની પર કાર્યવાહી બાબતે તલાટી મૂંઝાણા
થોડા દિવસ પહેલા જ અંજાર પ્રાંત કચેરીએ સંકલનની બેઠક મળી હતી. જેમાં અગર સરકારી જમીન પર દબાણ થાય તો લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવા સૂચના આપવામાં આવી હતી. જેથી આ બાબતે મોડવદર ગામના તલાટી મુકેશ પરમારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને શુ કંપની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવશે તેવું પૂછવામાં આવ્યું હતું. પરંતુ આ બાબતનો જવાબ આપવામાં તલાટી મૂંઝાયા હતા અને સરપંચને પૂછવું પડશે તેવું કહી પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...