ઉજવણી:અંજારના શાસકોનું અણમાનીતા ખડિયા તળાવને બાળકોએ ગાંધી બનીને વધાવ્યું

અંજાર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજાર શહેર અને તોરલ સરોવર સ્વચ્છ રહે તેવી પ્રાર્થના કરાઈ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતી નિમિત્તે અંજાર શહેરના પ્રવેશદ્વારની શોભા એવા તોરલ સરોવર (ખડિયા તળાવ)ની પાળે ત્રિવિધ કાર્યક્રમ કરી વિશિષ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બંને મહાપુરુષોની જન્મ જયંતીની ઉજવણી નિમિતે નાના ભૂલકાઓ જીત ચાવડા, નિનાદ દવે, યુગ દવે અને માલ્યા ઠક્કર દ્વારા ગાંધીજી અને ભારતમાતાની વેષભૂષા ધારણ કરી તંત્રની ઉપેક્ષાનો ભોગ બનેલા તોરલ સરોવરની પાળે નાના બાળકો દ્વારા ગાંધી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગાંધીજીની દાંડીકૂચની યાત્રાને સ્વચ્છતાની યાત્રાના સંદર્ભમાં યાદ કરવામાં આવી હતી.

સાથે સાથે તોરલ સરોવરની પાળે ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવજન અને રઘુપતિ રાઘવ રાજા રામ ધૂનનું ગાન કરી સરોવરની પાળના વાતાવરણને શુદ્ધ કરવાનો સબળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે નવ નિર્માણ બાદ ઓગનવાથી વંચિત રહી ગયેલા ખાડિયા તળાવને બાળ ગાંધીજી અને ભારત માતા દ્વારા શ્રીફળ વડે વધાવવામાં આવ્યું હતું અને વહીવટી તંત્ર ઝડપથી સરોવર પ્રત્યે ગંભીર બની તેને સ્વાસ્છ બનાવે અને અંજારની શોભામાં ચાર ચાંદ લગાવે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...