તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:અંજારની 2 ખાનગી કંપનીમાં પડી જવાથી 2 કામદારોએ જીવ ગુમાવ્યા

અંજાર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • મેઘપર-બો. અને ખેડોઈ રોડ પરની કંપનીઓમાં બન્યો બનાવ

અંજાર તાલુકામાં આવેલી બે કંપનીઓમાં અકસ્માતે બે કામદારો મૃત્યુને ભેટ્યા હતા. મેઘપર-બો. અને ખેડોઈ રોડ પર આવેલી ખાનગી કંપનીઓમાં બે શ્રમજીવીઓનું પડી જવાને કારણે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નિપજયું હતું. આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મેઘપર બોરીચીમાં આવેલી વિષ્ણુ ઓઈલ એન્ડ વનસ્પતિ કંપનીમાં જ રહેતા 43 વર્ષીય શ્રમજીવી રતનસિંહ હરીસિંહ મહેતા કંપનીના ઓઈલ મીલ સ્ટ્રકચર પ્લાન્ટમાં કામ કરતો હતો.

તે દરમ્યાન રીફાઈન્ડ પ્લાન્ટમાં ઉપરથી નીચે પડતા તેને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. તો બીજા બનાવમાં અંજાર પોલીસ મથકે જીવણભાઈ બાબુભાઈ ભરવાડે નોંધાવેલી નોંધ પરથી મળતી માહિતી મુજબ અંજલિ વિહાર સોસાયટી, વિજય નગર, અંજારમાં રહેતો 19 વર્ષિય લાલજી બાબુભાઈ ભરવાડ ખેડોઈ નજીક આવેલી સૂર્યા કંપનીમાં સોલાર પેનલની સફાઈ કરવા માટે ઉપર ચડ્યો હતો. કામગીરી દરમ્યાન અકસ્માતે તે નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે હતભાગીએ દમ તોડયો હતો. આ બંને બનાવમાં અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો આગળની વધુ તપાસ હાથ ધરી છે.

કચ્છમાં 2020માં 21 કામદારો મોતને ભેટ્યા
નોંધનીય છે કે રાજ્યભરમાં 2020માં સૌથી વધારે કામદારો વલસાડમાં 20 અને ત્યાબાદ કચ્છમાં 11 કામદારોના મોત કંપનીમાં થયા હતા. કચ્છના ઔદ્યોગિક એકમોમાં વર્ષે 10 થી વધારે કામદારોના મોત થાય જ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો