તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન છેતરપિંડી:અંજારના 12 લાખ રૂપિયાના સાયબર ફ્રોડના કિસ્સામાં નાઈજીરીયન સહિત બે જબ્બે

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાઇબર ક્રાઇમે 70 ફોન, 30 બેન્કખાતા અને 100 CCTV તપસ્યા બાદ ભેદ ઉકેલાયો

અંજારના વ્યક્તિ સાથે ઓનલાઇન છેતરપિંડી કરી રૂ. 12 લાખ પડાવી લેવાના કિસ્સામાં જિલ્લા સાઇબર ક્રાઇમની ટીમે 70થી વધુ ફોન, 30થી વધુ બેન્ક ખાતા અને 100થી વધુ CCTV તપસ્યા બાદ ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો અને એક નાઈજીરીયન અને એક ભારતીય નાગરીકની ધરપકડ કરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગત તા. 3/5ના અંજાર શહેરના રહીશ ત્રિલોચન દતેરી દાસે ફરિયાદ નોંધાવી હતી કે, તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જેના સાથે ઓનલાઇન પરિચય આગળ વધતા સામેવાળાએ ફરીયાદીને હર્બલ ઓઇલ ખરીદી વિદેશમાં વેચશે તો ઘણો જ આર્થિક ફાયદો થશે તેવી લાલચ આપી હતી. આમ ફરીયાદીએ સામેવાળાના કહેવા અનુસાર અલગ અલગ બહાના હેઠળ રૂ. 12,35,900 અજાણ્યા લોકોના બેન્ક ખાતામાં ભરી નાખ્યા હતા. જે બાદ ફરિયાદીને પોતા સાથે છેતરપિંડી થયાનું જાણ થતાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેકટર વી.એસ.પટેલ દ્વારા ચલાવવામાં આવતા તપાસ દરમ્યાન આ કૌભાંડ દેશવ્યાપી હોવાનું માલુમ પડયુ હતું. જેથી સંડોવાયેલા તમામ આરોપીઓના ઇલેકટ્રોનીક ફૂટપ્રિન્ટ શોધવા માટે એક ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું અને ઇલેકટ્રોનિક ફૂટપ્રિન્ટના આધારે આરોપીઓનું પગેરૂ શોધવામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સફળતા મળી હતી.

આ ગુનામાં બે આરોપીઓ ઇઝી ઇમાન્યુઅલ મુળ રહે નાઇઝીરીયા કે જેના વીઝાની મુદત એક વર્ષ અગાઉ જ પુરી થઇ ગઇ હોવા છતાં ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરતો હતો અને કીવીહોટો યેપ્થો મુળ રહે. દીમાપુર, નાગાલેન્ડ વાળાની દિલ્હીના મનડાલી બુરારી વિસ્તારની વસાહતમાં ભાડાના મકાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી હતી.

કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા
સાઇબર ક્રાઇમની ટીમે આરોપીઓની દિલ્હી ખાતેથી ધરપકડ કર્યા બાદ તા. 3/7ના અંજાર કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા. જેમાં અંજાર કોર્ટ દ્વારા બંન્ને આરોપીઓના છ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. આ રિમાન્ડના સમય દરમ્યાન આરોપીઓએ હજુ કેટલી છેતરપિંડી કરી છે તે બાબતો પણ બહાર આવે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...