તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:અંજારમાં ગોકુલ નગરમાં ગટરના પાણી ભરાતા પરેશાની

અંજાર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફરિયાદ લઈ મહિલાઓ પાલિકા કચેરીએ પહોંચી

અંજાર-મેઘપર રોડ પર આવેલ ગોકુલ નગરમાં ગટરના પાણી ભરાતા હોવાથી સ્થાનિકોને પરેશાની ઉઠાવવી પડી રહી છે. જેથી આ બાબતની ફરિયાદ લઈ મહિલાઓ પાલિકા કચેરીએ પહોંચી હતી. આ બાબતે ગોકુલ નગરની માહિલાઓએ પાલિકા કચેરીએ આવી ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, આગળના વિસ્તારમાં ભરતી ભરી નાખવામાં આવી હોવાથી અને ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી તમામ ગટરનું પાણી ગોકુલ નગર વિસ્તારમાં આવે છે. જેના કારણે ગંદકી થતી હોવાથી મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે અને આ વિસ્તારમાં બીમારી ફેલાવાની પણ દહેશત છે. જેથી તાત્કાલિક આ સમસ્યાનો નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો