શ્રધ્ધાસુમન:અંજારના વેલજીભાઇ ગજ્જરની 87મી જન્મતિથિએ શ્રધ્ધાસુમન અપાયા

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 40 ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયન અને 5 માં અભિનય પણ કર્યો હતો

અંજાર તાલુકાના વરસામેડી ગામના મૂળ વતની વેલજીભાઈનો ગુર્જર સુથાર પરિવારમાં 19 ડીસેમ્બર 1934ના રોજ સિકંદરાબાદ ખાતે જન્મ થયો હતો. માત્ર 10 વર્ષની નાની વયે જ વેલજીભાઈએ કંઠ્ય અને હાર્મોનિયમની તાલીમથી સંગીત-સફરનો આરંભ કર્યો હતો. આકાશવાણીના બી-હાઈ કલાકાર રહી ચૂકેલા વેલજીભાઈએ 40 જેટલી ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયન તથા 5 જેટલી ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો છે. દૂરદર્શન અને આકાશવાણી પર પણ તેઓએ અનેક કાર્યક્ર્મો રજૂ કર્યા હતા, જે આજે પણ અવારનાર પ્રસારિત થતા રહે છે.

જવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના પીનાકીભાઇ મેઘાણીએ જણાવ્યું હતુ કે, સંગીતમય સફર દરમિયાન વેલજીભાઈએ અનેક સન્માન-પારિતોષિક પ્રાપ્ત કર્યા હતા. ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકે 1973-74માં ફિલ્મ `કાદુ મકરાણી’ તથા 1974-75માં ફિલ્મ `હોથલ પદમણી’ માટે પારિતોષિક પ્રાપ્ત થયા હતા. ફિલ્મ `સોન કંસારી’ના ખૂબ લોકપ્રિય થયેલા ગીત `અચકો મચકો કારેલી’ના પાર્શ્વગાયન માટે ખ્યાતનામ અભિનેતા દિલીપકુમારના હસ્તે મુંબઈ ખાતે સન્માનિત કરાયા હતા.

કર્મભૂમિ અંજાર ખાતે રઘુનાથજી મંદિરમાં પાંચ વર્ષ સુધી નિરંતર દર રવિવારે સાંજે 4થી 6 રામકથાનું આચમન કરાવતા. 13 જુલાઈ 1995ના રોજ પાલિતાણા ખાતે અવસાન પામેલા સ્વ. વેલજીભાઈ ગજ્જરની સ્મૃતિ આજે પણ લોકહૈયે જીવંત છે. જેમને તેમની જન્મ જયંતીના દિવસે શ્રધ્ધાસુમન અર્પણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...