તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ગાંધીધામ-ભચાઉ હાઇવે પર ટ્રેઇલર ચાલકને લૂંટી લેવાયો

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 મોટર સાઇકલ પર આવેલા 4 શખ્સોએ છરી વડે માર મારી બનાવને અંજામ આપ્યો

ગાંધીધામથી ભચાઉ જતા હાઇવે પર વરસાણા નજીક ટ્રેઇલર ચાલકને 2 બાઇક પર આવેલા 4 શખ્સોએ છરીનો ઘા મારી રૂ. 3500 રોકડા અને મોબાઇલની લૂંટ ચલાવી હોવાથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવ અંગે અંજાર પોલીસ મથકેથી મૂળ યુપી અને હાલે મેઘપર-બો.ની ટ્રાન્સપોર્ટમાં રહેતા 36 વર્ષીય બ્રિજનાથ રામદરસ યાદવની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 3/7ના રાત્રે અંદાજિત 10-30 વાગ્યાના અરસામાં ફરિયાદી ગાંધીધામ-ભચાઉ હાઇવે પર હતો અને અજમેરી હોટલ પાસેથી સર્વિસ રોડ પર અગ્રવાલ પેટ્રોલપંપથી 300 મીટર દૂર ટ્રક ઉભી રાખી હતી ત્યારે 2 બાઇક પર 25થી 30 વર્ષની ઉંમરના 4 ઈસમો ટ્રક પાસે આવ્યા હતા. જેમાંથી 2 ઈસમો ગુજરાતીમાં કઈક કહી રહ્યા હતા જ્યારે અન્ય 2 શખ્સો ખાલી સાઈડના દરવાજા માંથી ટ્રેઇલરની કેબિનમાં આવી ચાલકને માર મારવા લાગ્યા હતા.

બાદ એક ઇસમે છરી કાઢી હિન્દીમાં કહ્યું હતું કે તેરે પાસ જો ભી હે વો દે દે તેવું કહી ખિસ્સા માંથી રોકડા રૂ. 3500 તેમજ રૂ. 1000નીં કિંમતનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને બાદમાં છાતીના ભાગે છરીનો ઘા મારી બાઇક મારફતે ભચાઉ તરફ નાસી ગયા હતા. બનાવ બાદ ઘાયલ ફરિયાદીને 108 મારફતે પ્રથમ આદિપુર અબે બાદમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. બાદમાં ફરિયાદીએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...