તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:અંજારમાં બ્રહ્મ સમાજની માંગણી બાદ જાહેર કરાયેલા નામની જગ્યાએ અન્યને ટિકિટ!

અંજાર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નં. 6માં મહિલાનું અચાનક નામ બદલાઈ જતા તર્ક વિતર્ક

અંજાર પાલિકા ચૂંટણી અનુસંધાને વોર્ડ નં. 6 માટે જાહેર કરાયેલા મહિલાના નામની બાદબાકી કરી બ્રહ્મ સમાજની માંગણીને માન આપી અન્ય મહિલાને ટીકીટ આપવામાં આવી હતી. આ વખતે પાલિકાની ચૂંટણીમાં હિન્દૂ યુવા સંગઠન દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવતા ભાજપ દ્વારા 2 ટીકીટ વોર્ડ નં. 4 અને 6માં ફાળવવામાં આવી હતી. જે મુજબ વોર્ડ નં. 6માં બ્રહ્મ સમાજને અન્યાય થતા સમાજના આગેવાનોએ પક્ષ સમક્ષ રજૂઆત કરી હતી. જેથી સમાજની રજૂઆતને માન આપી વોર્ડ નં. 6 માટે જાહેર થઈ ગયેલા ઉમેદવારની બાદબાકી કરી કલ્પનાબેન પરેશભાઈ ગોરને ટીકીટ આપવામાં આવી હતી.

કોંગ્રેસે સસ્પેન્સ વચ્ચે છેક સુધી 3 ઉમેદવારના નામો જાહેર જ ન કર્યા
આ વખતની નગરપાલિકા ચૂંટણી અનુસંધાને બીજેપી દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ જ કોંગ્રેસ પોતાના ઉમેદવારોનો લિસ્ટ જાહેર કરશે તેવો નિર્ણય કરાયો હતો. પરંતુ શનિવારે છેલ્લે સુધી કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોનો લિસ્ટ જાહેર કરાયો જ ન હતો અને આખરી ઘડીએ જે લિસ્ટ અપાયો તેમાં પણ 3 ઉમેદવારોના નામો ન હોત અનેક અટકળો ફેલાઈ હતી પરંતુ બપોરે 3 વાગ્યા બાદ છુપી રીતે બાકી રહેલા ત્રણેય ઉમેદવારોના ઉમેદવારીપત્રો ભરાવી નાખવામાં આવ્યા હતા.

આપ તરફથી 19 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા
અંજાર નગરપાલિકા ચૂંટણી અનુસંધાને 36 સીટો પર લડવા માંગતી આમ આદમી પાર્ટી દ્વારા માત્ર 19 ઉમેદવારોને જ મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તો બીજી તરફ ટિકિટો આપી દીધા બાદ ઉમેદવારી પણ નોંધાઇ ગઈ હોવા છતાં મોડી રાત્રી સુધી કયા વોર્ડમાં કયો ઉમેદવાર છે તેનો લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યો ન હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો