તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:આ વખતે અંજાર પાલિકા ટાર્ગેટ પૂર્ણ કરશે તે પાક્કું, માર્ચ પહેલા જ 60% ઉઘરાણી આવી

અંજારએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • વહીવટદાર દ્વારા વેરા વસુલાત માટે 13 ટીમો બનાવી હોવાથી પરિણામ મળ્યું
 • મોટા માથાઓ પાસે મુખ્ય અધિકારી જાતે જ ફોન કે રૂબરૂમાં કરી રહ્યા છે વસુલાત
 • 80 ટકાથી વધુ વસુલાતની નેમ, શહેરમાં ઘરો ઘર જઇ લોકો પાસેથી વસુલાતો વેરો

સામાન્ય રીતે માર્ચ મહિનો આવે ત્યારે નગરપલિકા જેની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બાકી વેરા વસુલાત માટે દોડાદોડો કરતી હોય છે. પરંતુ અંજાર નગરપાલિકા દ્વારા આ વખતે માર્ચ મહિનો પૂરો થાય તે પહેલાં જ ટાર્ગેટ પૂરું કરી લેવાશે તેવું પાક્કું લાગી રહ્યું છે, કારણ કે ચૂંટણીના કારણે વહીવટદાર એટલે ચીફ ઓફિસરને પાલિકાની સંપૂર્ણ સત્તા મળી જતા તેમને વેરા વસુલાતમાં અંગત રસ લીધો હતો અને 9 વોર્ડ તેમજ 3 ટીપી વિસ્તાર માટે અલગ અલગ એમ કુલ 13 ટિમો વસુલાત માટેે બનાવી હતી. જેના પરિણામના ભાગે માર્ચ આવે તે પહેલાં જ 60 ટકાથી વધુ વસુલાત આવી પણ ગઈ છે.

આ અંગે વેરા વસુલાત ઝુંબેશ ચલાવી રહેલા પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર પાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી સંપૂર્ણ ધ્યાન વેરા વસુલાત પર રાખવામાં આવ્યું છે. કર્મચારીઓની અલગ અલગ ટિમો દ્વારા ઘરે ઘરે જઈ વેરાઓની વસુલાત કરવામાં આવી રહી છે. ઉપરાંત જે લોકોના વધુ લેણા બાકી છે કે પછી મોટા માથાઓ છે તેમને ચીફ ઓફિસર જાતે ફોન અથવા રૂબરૂ મળી વસુલાત કરી રહ્યા છે.

જેના પરિણામના ભાગ સ્વરૂપે માર્ચ મહિનો આવે તે પહેલાં જ 60 ટકાથી વધુની વસુલાત થઈ ચુકી છે, હાલના પાલિકાને ટાર્ગેટ 70 ટકા વસુલાત હોવાનું આપવામાં આવ્યું છે પરંતુ સી.ઓ દ્વારા આ વખતે 80 ટકાથી વધુ વસુલાત થાય તેવી નેમ રાખવામાં આવી હતી. જે ટાર્ગેટ પણ માર્ચ મહિના સુધીમાં સરળતાથી આ વર્ષે પૂર્ણ કરી લેવામાં આવશે તેવું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો