તસ્કરી:અંજારના ગંગાનાકામાં ચોરોનો ત્રાસ, છેલ્લા 1 વર્ષમાં 5થી વધુ દુકાનોના તાળા તૂટ્યા

અંજાર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક ચોક્કસ રીતથી થતી તસ્કરી, પોલીસ ધારે તો ચોરીઓ થતી બંધ થાય

અંજારના ગંગાનાકા વિસ્તારમાં ચોરોનો ત્રાસ ખુબ જ વધ્યો છે. આ ચોર ટોળકી દ્વારા છેલ્લા એક વર્ષમાં 5થી વધુ દુકાનોને નિશાન બનાવવામાં આવી છે. છતાં હજુ સુધી પોલીસ પકડથી દૂર જ રહ્યા છે. એક ચોક્કસ રીતથી કરવામાં આવતી આ ચોરીઓ કોઈ ચોક્કસ વ્યક્તિ કે ટોળકી દ્વારા જ કરવામાં આવતી હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ અંગે સ્થાનિકેથી મળતી માહિતી મુજબ છેલ્લા 1 વર્ષમાં ગંગાનાકા વિસ્તારમાં લક્ષ્મી ટોકીઝ આસ પાસની 4 મોબાઈલની અને કપડાની મળી કુલ 5થી વધુ દુકાનોને ચોક્કસ ચોર વ્યક્તિ દ્વારા નિશાન બનાવવામાં આવી છે. પોલીસની ગેરહાજરી અને અંધારાનો લાભ લઇ હજુ સુધી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરવામાં ચોરો સફળ તો થયા જ છે સાથે પોલીસ પકડથી પણ દૂર રહ્યા છે.

તેવામાં તા. 1/3ના જ લક્ષ્મી ટોકીઝ પાસેની એક મોબાઈલની દુકાનમાં ચોરી કરવામાં આવી હતી. જેમાં નવા ઉપરાંત રીપેરીંગમાં આવેલા અન્ય મોબાઈલોની પણ ચોરી કરી જવામાં આવી હતી. જોકે આ બાબતે હજુ સુધી અંજાર પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી.

આ વિસ્તારમાં ચોરી કરતા વ્યક્તિઓ દ્વારા એક ચોક્કસ રીત મુજબ જ ચોરી કરવામાં આવતી હોવાથી તમામ ચોરીએ ચોક્કસ વ્યક્તિઓ દ્વારા જ કરવામાં આવી હોવાનું અને જો પોલીસ ધારે તો ચોરીઓ થતી બંધ પણ શકે તેમ હોવાનું સ્થાનીકોએ જણાવ્યું હતું.

તસ્કરો જે જોઈએ તે જ માલ ઉપાડે, બાકીનો દુકાન પાછળ ફેકી દે-સ્થાનિકો
આ અંગે સ્થનિકોએ જણાવ્યું હતું કે, ચોરી કરનાર વ્યક્તિની એક ચોક્કસ રીત છે. જેમાં ચોરી કર્યા બાદ દુકાનની છત ઉપર અથવા પાછળના ભાગે જઈ સામાન ચેક કરી જે મોંઘી વસ્તુ હોય તેને જ લેવામાં આવે છે, બાકી વધી પડતો નાનો માલ તે દુકાનની આસપાસ જ રાખી ચાલ્યા જાય છે, અત્યાર સુધીની તમામ ચોરીઓમાં આ જ પ્રકારે માલ-સામાન દુકાનની આસપાસથી જ મળી આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...