ક્રાઇમ:વરસાણા સ્થિત કપડાંની દુકાનમાંથી 97 હજારની ચોરી

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજારના વરસાણામાં કપડાંની દુકાન માંથી અજાણ્યા 4 ઈસમોએ રૂ. 97,550ના મુદ્દામાલની ચોરી કરી બાજુની મોબાઇલની દુકાનના સીસીટીવીના સીડીઆરની ચોરી પણ કરી હતી. બનાવ અંગે અંજાર પોલીસ મથકેથી ભચાઉ તાલુકાના નંદગામમાં રહેતા 32 વર્ષીય ભરતભાઇ મ્યાજરભાઈ આહિરની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદીના ભાઈ હિતેશભાઈની ચામુંડા રેડીમેઈડ નામની દુકાન વરસાણા ગામની સીમમાં આવેલ પીએસએલ કંપની પાસે આવેલી છે. જેમાં ગઈ રાત્રીએ 4 અજાણ્યા ચોર ઈસમોએ દુકાનના શટરના તાળા તોડી તેમાંથી 55,000ની કિંમતના પેન્ટ-શર્ટના 70 નંગ ઉપરાંત 10,000ના કિંમતની 20 નાઈટ પેન્ટ તથા પુમા કંપનીના 32,550ની કિંમતના 31 નંગ સૂઝ સહિત કુલ રૂ. 97,550ના મુદ્દામાલની ચોરી કરી હતી. જે બાદ બાજુમાં આવેલી ગણેશ મોબાઇલની દુકાનના તાળા તોડી તેમાંથી સીસીટીવીના સીડીઆરની પણ ચોરી કરી હતી. પરંતુ અન્ય દુકાનમાં આ 4 ચોરો ચોરી કરતા આબાદ ઝડપાઇ ગયા હતા. જેથી પોલીસે સીસીટીવી ફુટેઝના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...