ભુજ:અંજારમાં દાગીના, રોકડ સહિત 89,000ની ચોરી

અંજાર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેઘપર ફાટક પાસે આવેલી પંચવટી સોસાયટીમાં સંબંધીના ઘરે ગયેલા પરિવારનું બંધ પડેલ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ 89,000ની મત્તા કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હોવા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગે અંજાર પોલીસ મથકેથી મેઘપર ફાટક પાસે આવેલી પંચવટી સોસાયટીના મકાન નં. 11માં રહેતા 37 વર્ષીય અલ્લારખા હુસેનભાઈ ખલીફાની ફરિયાદને ટાંકીને મળતી વિગતો મુજબ તા. 24/5ના ઘરને તાળું મારી ફરિયાદી પરિવાર સહિત સંબંધીના ઘરે ગયા હતા અને બીજા દિવસે સવારે 8 વાગ્યે પરત ફર્યા હતા. ત્યારે ઘરમાં જતા ઘરના દરવાજાને આપેલો ટાળો તૂટેલો હતો અને સામાન વેર વિખેર હતો. જેથી તપાસ કરતા કબાટ માંથી 15,000ની કિંમતની અડધા તોલાની 1 જોડી સોનાની બુટી, 6000ની કિંમતની 2 ગ્રામની નાના છોકરાની સોનાની વિટી, 3000ના કિંમતનો 1 ગ્રામનો સોનાનો લોકેટ, 20,000ની કિંમતના 400 ગ્રામના ચાંદીના 2 જોડી સાંકડા તેમજ 45,000 રોકડ સહિત કુલ 89,000ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયા હોવાનું માલુમ પડતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેથી અંજાર પોલીસે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...