તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મેઘપર-બો.માં ધોળા દિવસે 12.10 લાખના દાગીના તેમજ રોકડની ચોરી

અંજાર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારે બહાર ગયેલા પરિવારે સાંજે પરત આવીને જોતા ઘરમાં ચોરી થયાનું ખુલ્યું

મેઘપર-બો.ના ઓધવ રેસિડેન્સીમાં રહેતા પરિવારના ઘરમાં ધોળા દિવસે સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ રૂ. 12,10,000ના મુદ્દામાલની ચોરી થઈ જતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે અંજાર પોલીસ મથકેથી મેઘપર-બો.માં ઓધવ રેસિડેન્સીના મકાન નં. 64માં રહેતા 34 વર્ષીય શૈલેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ સવારે 9 વાગ્યે તેમના પરિવારના સભ્યો ઘરને તાળું મારી મુન્દ્રા ગયા હતા અને પોતે નોકરી પર ગયા હતા.

જેથી પરિવાર રાત્રે 8-30 વાગ્યે પરત આવતા ઘરે પહોંચી તાળું ખોલીને જોતા ઘરનો પાછળનો દરવાજો અડધો ખુલ્લો હતો અને ઘરનો લાકડાનો કબાટ પબ ખુલ્લો હતો અને સામાન વેર-વિખેર હતો જેથી તપાસ કરતા આ કબાટમાં રાખવામાં આવેલ રૂ. 1.80 લાખનો 9 તોલાનો સોનાનો કેડો, રૂ. 20,000ની 1 જોડી સોનાની બુટી, રૂ. 40,000ની ચેન તથા પેંડલ, રૂ. 1 લાખના કિંમતની 11 નંગ સોનાની વીંટી, રૂ. 60,000ના સોનાના 3 ચેન, રૂ.40,000નો ગળાનો ડોકિયું, રૂ. 30,000ની 3 પોચી, રૂ. 40,000નું સોનાનું નાળિયેર, રૂ. 1,00,000 હાર તથા બુટી વગેરે તેમજ રૂ. 15,000 રોકડા મળી કુલ રૂ. 12,10,000ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ધોળા દિવસે થયેલી ચોરીના આ બનાવ સંદર્ભે અંજાર પોલીસ મથકે ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો