વિવાદ:અંજારમાં મજાક કરવા મુદ્દે યુવાનને 3 લોકોએ માર માર્યો

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામતીયા નગરમાં રહેતા 25 વર્ષીય હસમુખ સામજીભાઈ ફફલની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદી તથા વિશાલ તેમજ પવન ધુઆ મતીયા મંદિરમાં ઉભા હતા અને અંદરો-અંદર મજાક કરતા હતા ત્યારે પવનનો ભાઈ સંજય મોહનભાઈ ધુઆ, ભાવેશ આતુભાઈ ધુઆ તેમજ ધીરજ ગોપાલભાઈ ધુઆ આવી પવન સાથે મજાક શા માટે કરો છો તેવુ કહી આરોપી ભાવેશે લોખંડનો હુક માથામાં માર્યો હતો તેમજ આરોપી સંજયે લાકડાનો ધોકો પગમાં માર્યો હતો તથા આરોપી ધીરજે ધકબુસટનો માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...