તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:અંજારમાં વેક્સિન સેન્ટર પર યુવાનોએ કરેલા વિવાદના કારણે કેન્દ્ર અડધો કલાક બંધ રહ્યું

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર પરના કર્મચારીઓને દબાવવાનો પ્રયત્ન થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

અંજારના વેકસીન સેન્ટર પર યુવાનીયાઓએ વિવાદ ઉભો કરતા મામલો બીચકાયો હતો અમે અડધો કલાક વેકસીન કેન્દ્ર બંધ રહી ગયો હતો. કેન્દ્રના કર્મચારીઓને દબાવવાનો પ્રયત્ન થતા મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો. જ્યાં યુવાનોને પોતાની ભૂલ સમજાઈ જતા માફીપત્ર લખી સમાધાન કરવામાં આવ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી 2 યુવાનો અને એક યુવતી સવારે 10 વાગ્યાના અરસામાં અંજારની શાળા નં. 3 ખાતે ચાલતા વેકસીન કેન્દ્ર પર રસી લેવા માટે આવ્યા હતા. જ્યાં વેકસીનનો જથ્થો મોડો આવ્યો હોવાથી કેન્દ્ર મોડું શરૂ થતાં યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા અને મોબાઈલથી વિડિઓ ઉતારી ફરજ પરના કર્મચારીઓને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો.

જેના કારણે વેકસીન સેન્ટર કર્મચારીઓ હાજર હોવા છતાં અડધો કલાક મોડું શરૂ થયું હતું અને લાઈનમાં ઉભેલા વ્યક્તિઓને વધુ સમય સુધી લાઈમમાં ઉભવું પડ્યું હતું. યુવાનોનો વિવાદ વધતો જતો હોવાથી આખરે ફરજ પરના કર્મચારીઓએ અંજાર પોલીસને બોલાવી લીધી હતી. જેથી પોલીસે 2 યુવાનોને પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી હતી.

આ અંગે અંજાર પોલીસ મથકના પી.આઈ. એમ.એન. રાણાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, યુવાનોને પોલીસ મથકે લઈ આવ્યા બાદ તમને તેમની ભૂલ સમજાઈ હતી અને મેડિકલ સ્ટાફની માફી માંગતા હોવાથી બંને વચ્ચે સમાધાન થઈ જતા માફીપત્ર લખાવી યુવાનોને છોડી મુકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...