તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પૂર્વ કચ્છ પીજીવીસીએલના અધિક્ષકે નિમણૂંકના 4 દી’માં જ નિવૃત્તિ જાહેર કરી

અંજાર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીએ છ માસ પહેલા નિવૃતિ લેતા આશ્ચર્ય : અનેક રજૂઆતો બાદ મળેલા કાયમી અધિકારી પણ ચાલ્યા જતા ફરી ચાર્જ સિસ્ટમ અમલમાં

ચાર દિવસ પહેલા અનેક વખતની રજૂઆતો બાદ પૂર્વ કચ્છ પીજીવીસીએલની ખાલી પડેલી અધિક્ષકની જગ્યા પર કાયમી અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ નવા આવેલા અધિક્ષકે નોકરી પુરી થવાના 6 મહિના પહેલા જ નિવૃત્તિ જાહેર કરી દેતા ફરી અધિક્ષકની ખુરશી ખાલી થઈ ગઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ અંજારમાં આવેલી પૂર્વ કચ્છની સર્કલ કચેરીમાં છેલ્લા લાંબા સમયથી અધિક્ષકની નિમણૂક ન થતી હોવાથી અનેકો વખત રજૂઆતો કરવામાં આવી હતી. જે રજુઆત સંદર્ભે વિદ્યુત બોર્ડ દ્વારા જૂનાગઢ સર્કલ ઓફિસના સુપ્રિટેન્ડન્ટ બી.પી. જોશીને પૂર્વ કચ્છ વિદ્યુત બોર્ડના વડા તરીકે નિમણૂક આપવામાં આવી હતી.

નોકરીના 6 મહિના બાકી હોવાથી આ અધિકારી દ્વારા અંગત કારણોસર નોકરી પુરી થાય તે પહેલાં જ નિવૃત્તિ જાહેર કરી દેવામાં આવી હતી. જેથી શનિવારે પદભાર સાંભળેલા અધિકારીએ બુધવારે એટલે કે માત્ર 4 દિવસમાં જ નિવૃત્તિ લઈ લેતા અનેક પ્રશ્નો પણ ઉપસ્થિત થયા હતા. તો બીજી તરફ લાંબા સમયથી ઇન્ચાર્જ અધિકારીના ભરોષે ચાલી રહેલી પૂર્વ કચ્છ પીજીવીસીએલ ની કચેરીને કાયમી અધિકારી મળ્યા બાદ પણ માત્ર 4 દિવસોમાં જ ફરી કચેરી ઇન્ચાર્જ અધિકારીના ભરોષે આવી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...