ક્રાઇમ:રાપરમાં છાત્રથી ભૂલથી પાણી ઉડતા તેના પિતાને માર મરાયો

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાતિ અપમાનિત કરી ધોકાથી માર મરાતા એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાઈ

રાપરમાં શાળાએ જતા છાત્રથી ભુલથી પાણી ઉડતા બે શખ્સોએ જાતિ અપમાનિત કર્યા બાદ તેના પિતાની દુકાને જઈ ધોકાથી માર મારવામાં આવતા રાપર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ છે. આ અંગે રાપર પોલીસ મથકેથી રમેશભાઈ ગોરાભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ રાપરમાં વિકાસવાડીમાં આવેલી પ્રાથમિક શાળા ફરિયાદીનો 14 વર્ષીય પુત્ર શુભમ શાળાએ ભણવા ગયો હતો. ત્યારે રિસેસ પુરી થયા બાદ જતો હતો ત્યારે બેલ વાગી ગયો હતો.

જેથી શુભમ દોડીને વર્ગમાં જતો હતો ત્યારે તેનો પગ પાણીમાં પડતા પાણી ઉડીને આરોપી ઘનશ્યામસિંહ બળદેવસિંહ સોઢાની પેન્ટ પર પડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને શુભમને લાફો મારી જાતિ અપમાનિત કર્યો હતો. ઘટનાની જાણ તેના પિતાને થતા તેઓ શાળામાં સમજાવા ગયા હતા ત્યારે પણ આરોપીએ જેમ તેમ બોલતા તેઓ દીકરાને પોતાની પંચરની દુકાને લઈ આવ્યા હતા. ત્યારે આરોપી ધર્મદીપસિંહ સોઢા દુકાને આવ્યો અને મારા ભાઈ ઘનશ્યામસિંહને કેમ માર્યો તેમ કહી ધમકી આપી સાથે આવેલા અન્ય બે અજાણ્યા ઈસમોએ ગાળો ભાંડી હતી.

આ દરમિયાન અજાણ્યા આરોપીએ હાથમાં રહેલો ધોકો રમેશભાઈને માથામાં માર્યો હતો તો ઘનશ્યામસિંહે હાથના ભાગે પાઈપ ફટકારી અન્ય આરોપીએ માર માર્યો હતો. જેથી ચારેય આરોપીઓ વિરુદ્ધ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ચિત્રોડમાં મિત્રની બાઇકની ચાવી લેવા જતા જાતિ અપમાનિત કરી માર મરાયો
આ અંગે આડેસર પોલીસ મથકેથી જસવંતભાઈ ભીમજીભાઈ ગરવાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદીના મિત્રની બાઇકની ચાવી આરોપી ભોલા મહાદેવભાઈ કોલીએ લઈ લીધો હોવાથી તે ચાવી ફરિયાદી પરત લેવા જતા આરોપીએ ફરિયાદી યુવાનને જાતિ અપમાનિત કરી માર માર્યો હતો અને માર મારતો-મારતો ફરિયાદીના ફળિયા સુધી લઈ ગયો હતો. જેથી ફરિયાદીએ આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...