તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દબાણ અટકાવ્યું:ગળપાદર-વરસામેડી રાજમાર્ગ પર થતું દબાણ સ્થાનિકોએ અટકાવ્યું

ગળપાદર/અંજારએક મહિનો પહેલા
 • કૉપી લિંક

અંજાર તાલુકાના વરસામેડી-ગળપાદર વચ્ચે આવેલા રાજમાર્ગ પર ખોદકામ કરી અતિક્રમણ કરવામાં આવી રહ્યું હોવાથી સ્થાનિકો દ્વારા આ કામને અટકાવવામાં આવ્યું હતું અને વરસામેડી ગામના સરપંચને બોલાવવામાં આવતા સરપંચ સહિતનાઓ સ્થાનિકે પહોંચી ખોદેલા માર્ગને ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ વરસામેડીથી ગળપાદરને જોડતા રાજમાર્ગ પર એક ખેતરના માલિકે અચાનક ખોદકામ કરવાનું શરૂ કરી દીધું હતું. જે મામલે ક્રિષ્ના સોસાયટી, અંબાજી રેસિડેન્સી તેમજ બાગેશ્રી રેસિડેન્સીના રહીશોએ આ કામગીરીને અટકાવી હતી. પરંતુ ખેતર માલિક રકઝક કરતા સ્થાનિકો દ્વારા વરસામેડી ગામના સરપંચ રૂપાભાઈ રબારીને ફોન કરી તાત્કાલિક સ્થળ પર બોલાવી લેવામાં આવ્યા હતા. જે બાદ સરપંચ દ્વારા ખોદેલા માર્ગ પર ફરીથી માટી નખાવી માર્ગને પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો અને ખેતર માલિક પોતાના ખેતરની માપણી કરાવી તેની હદમાં જ ખોદકામ કરાવે તેવી ખાનગી ખેતરના માલિકને સૂચના પણ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અંજાર તાલુકામાં ભુમાફિયાઓ દ્વારા ખોબ જ મોટા પાયા પર અતિક્રમણ કરવામાં આવ્યું છે. ત્યારે વરસામેડી ગામના જાગૃત નાગરિકો દ્વારા આ અતિક્રમણની કામગીરીને અટકાવી દેવાતા જાહેર રાજમાર્ગ પર દબાણ થતું અટક્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો