રજુઆત:અંજાર પોલીસના ઓછા મહેકમ વિશે સંસ્થાએ કરી રજુઆત

અંજાર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અડધાથી પણ ઓછો સ્ટાફ હોવાથી ગુનાઓનું સતત વધતું પ્રમાણ

અંજાર પોલીસના મહેકમ અભાવના કારણે ગુનાહિત પ્રવૃતિઓ વધી રહી છે, ત્યારે અંજારની એક સંસ્થાએ આ બાબતે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.અંજારમાં છેલ્લાં કેટલાક વર્ષોથી ચીલઝડપ, લૂંટ, ચોરી, ઘરફોડ, હત્યા વગેરેના કિસ્સા વધતા જાય છે, ત્યારે સામાન્ય રીતે અંદરની વાત ન જાણતા લોકો પોલીસને દોષ દેતા હોય છે, સૌ જાણે છે કે અંજારનું પોલીસ સ્ટેશન કચ્છમાં સૌથી મોટું છે એને અંજાર તાલુકાનાં 70 ગામોની સંભાળ લેવાની હોય છે.

તેના માટે જૂના સમયના મહેકમને જોતાં 200 પોલીસમેનનો સ્ટાફ હોવો જોઈએ, પણ અહી માત્ર 91 એટલે કે અડધાથી પણ ઓછો સ્ટાફ છે અને તેમાંથી કેટલાક અલગ અલગ સેવાઓમાં રોકાયેલા હોય તે જુદું, જ્યારે અંજાર વિસ્તારમાં ગુનાખોરી વધતી જાય છે ત્યારે આ પોલીસ સ્ટેશનને એ તથા બી એમ ડિવિઝનમાં વિભાજિત કરી સ્ટાફ વધારવાની જરૂર છે.

આ બાબતે અંજાર આઇડેન્ટિટી મિશન સંસ્થાએ વિવિધ સ્તરે રજૂઆત કરેલી છે, પણ આજ સુધી કઈ થઈ શકયુ નથી. અંજાર 2017થી એક લાખની વસ્તીને પાર કરી ગયું છે, આ બાબતે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે. હવે આ સંસ્થાએ રાજ્યના નવા મુખ્યમંત્રી પાસે પણ રજુઆત કરી હોવાનું સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...