તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વરસામેડીમાં ભળતા નામનો ઉપયોગ કરી વૃદ્ધની જમીન બિનખેતી કરાવી નખાઈ

અંજાર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેચાણ અંગેની પણ કોશિશ કરાતા પોલીસ ફરિયાદ કરાઇ

અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમની જમીનમાં ભળતા નામનો ઉપયોગ કરી વૃદ્ધની જમીનને બિનખેતી કરાવી વેચાણની કોશિશ કરવામાં આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે અંજાર પોલીસ મથકેથી રેલ્વે સ્ટેશન રોડ, અંજારમાં રહેતા 72 વર્ષીય શિવલાલ મોરાર ટાંક(મિસ્ત્રી)ની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદીની જમીન વરસામેડીમાં સર્વે નં. 750/પૈકી 1થી આવેલી છે. જે સંદર્ભે શિવલાલ મોરાર મિસ્ત્રી નામના વ્યક્તિએ ભળતા નામનો ઉપયોગ કરી બિનખેતીની અરજી કરી હતી અને ખોટી શી અને ફોટો ચોંટાડી ગુન્હાહિત કૃત્ય કર્યું હતું.

જે અરજીમાં સભરાઈ મોટી,તા. માંડવીમાં રહેતા કુંભાર મામદ સુમાર અને ગંગાનાકે રહેતા અજય રસિકલાલ ઠક્કર સાક્ષી હતા અને ઓળખ આપનાર તરીકે સાંધવ, તા. અબડાસામાં રહેતા જાડેજા ભરતસિંહ હેમંતસિંહ હતા જે લોકોને ફરિયાદી ઓળખતા ન હોવા છતાં જમીન પચાવી પાડવા ગુન્હાહિત કાવતરું રચ્યું હતું અને બાદમાં આ જમીન સભરાઈ મોટી, તા. માંડવીમાં રહેતા કુંભાર હાજીહુસેન સુમારને વેચાણ કરવા કરાર કરવામાં આવતા તેની જાહેર નોટિસ એક દૈનિક પેપરમાં આપવામાં આવી હતી. જેથી આ બાબત ફરિયદીના ધ્યાને આવતા કચ્છ કલેકટર સમક્ષ આ બાબતે અરજી કરવામાં આવતા કલેકટરે બીનખેતી માંથી ખેતીમાં ફેરવી આરોપીઓ સામે ફોજદારી ગુન્હો નોંધવા હુકમ કરતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...