ધરપકડ:અંજારમાં વરલી-મટકાના આંકડો લેતાે વૃદ્ધ ઝડપાયો

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજારના ગંગાનાકા વિસ્તારમાં કાપડી લોજ પાસેની રમકડાંની લારી પાસે વરલી-મટકાનો જુગાર રમાઈ રહ્યા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં શહેરના દબડા વિસ્તારના ભોલેનાથ નગરમાં રહેતા 60 વર્ષીય શિવુભા બાલુભા જાડેજા જાહેરમાં વરલી-મટકાના આંકડા બીજા પાસેથી લખી રૂપિયા લઈ આક ફરકનો જુગાર રમાડી રહ્યા હતા. જેથી પોલીસે તેમને આંક લખેલા 2 કાગળ, બોલપેન તથા રૂ. 3430 રોકડા સાથે ઝડપી લીધા હતા. બાદમાં તેમની પૂછપરછ દરમ્યાન તે વરલી-મટકાના આંક તથા રૂપિયા કુંભારચોકમાં રહેતો અબ્દુલ ઉર્ફે મોરે દાઉદ કુંભારને આપતા હોવાનું કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...