તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોની ફરિયાદ:અંજાર પાલિકામાં નવા કાઉન્સિલરો લોકોના કામ કરવા ઉત્સાહિત, જુના હજયે નીરસ

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા કર્મીઓની મીટિંગમાં લોકોની ફરિયાદ ન આવે તેવું કામ કરવા સૂચના અપાઈ

અંજાર નગરપાલિકાની ચૂંટણી બાદ નગરસેવક તરીકે અનેક નવા ચહેરા સામે આવ્યા છે, યુવા અને ઉત્સાહી નગરસેવકો ચૂંટાયાની સાથે જ લોકોના કામો માટે દોડતા દેખાયા છે પરંતુ જુના અને જાણીતા નગરસેવકો હજુએ પહેલાની માફક લોકોના કામો કરવા માટે નીરસ હોય તેવું દેખાઈ રહ્યું છે.

આ અંગે મળતી વિગતો મુજબ અંજાર નગરપાલિકામાં નવા કાઉન્સિલરો દ્વારા ગમેતે પરિસ્થિતિમાં લોકોના કામો થાય તેવા હાલમાં પ્રયત્નો કરાઈ રહ્યા છે અને પાલિકાના કર્મચારીઓ સાથે મિટિંગ કરી લોકોની ફરિયાદ જ ન આવે તેવા કામો કરવા કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે, તો બીજી તરફ જુના જોગીયો કે જે બીજી વખત ચૂંટાયા છે તેમને લોકોના કામો કરવામાં રસ જ ન હોય તેમ પાલિકા કચેરીએ આવતા પણ ખચકાઈ રહ્યા છે.

નવા કાઉન્સિલરો પોતાના કામો મૂકી દરરોજ નિયમિત રીતે પાલિકા કચેરીએ આવી લોકોની મદદ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે અમુક જુના કાઉન્સિલરો મિટિંગના સમયે પણ હાજર ન રહી નવા કાઉન્સિલરોનો મનોબળ તોડી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...