તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારોબારી બેઠક:રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘની રાષ્ટ્રવાદી વિચારધારા દરેક શિક્ષક સુધી પહોંચે તે માટે હાકલ કરાઇ

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંજાર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તાલુકા, નગરની કારોબારી બેઠક યોજાઇ

અંજાર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તાલુકા અને નગરની સંયુક્ત કારોબારી બેઠકમાં સંગઠન, શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થી હિતને અનુલક્ષીને વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.કોરોનામાં સંગઠનના કાર્યકરોએ કરેલા વિવિધ કાર્યો જેમ કે વેકિસનેશન વેરીફાયર તેમજ કોવિડ કેર સેન્ટર પર સેવા, અનાજ વિતરણ, મેડીકલ સહાય, સરકારમાં શિક્ષકો દ્વારા એક દિવસનો પગાર આપવાના મુદ્દા ચર્ચવા સાથે, સંગઠનમાં સદસ્યતા અભિયાન વધારવા ગ્રુપ મુલાકાત કરી સંગઠનને વધુ મજબૂત કરી રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘની રાષ્ટ્રવાદી વિચારધારા દરેક શિક્ષક સુધી પહોંચે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શોધ પત્રલેખનમાં દરેક શિક્ષકો સહભાગી બની રાષ્ટ્રને સમર્પિત થવા આહવાન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વિવિધ પ્રશ્નો જેમ કે સીપીએફ ખાતા સમયસર ખોલવામાં આવે, જૂની પેન્શન યોજના લાગુ કરવી, વેકેશન દરમ્યાન કરેલા કામ બદલ વળતર રજા જમા કરવામાં આવે તેવી રજુઆત પણ કરવામાં આવી હતી. શિક્ષકોના 9, 20, 31ના ગ્રેડ ઝડપથી મંજુર કરવામાં આવે, સર્વીસબુક અપડેટ કરવા, તમામ એરિયર્સ બીલનું ચુકવણું તાત્કાલિક કરવા તેમજ બાળકોના વિવિધ માધ્યમો દ્વારા ઓનલાઇન શિક્ષણ માટે પ્રતિબધ્ધતા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા સંગઠન મંત્રી જખરાભાઈ કેરાસિયા, તાલુકા અધ્યક્ષ રજનીભાઇ મકવાણા, નગર અધ્યક્ષ રઘુભાઈ વસોયા, જિલ્લા સહમંત્રી કાંતિભાઈ રોઝ, જિલ્લા પ્રતિનિધિ શામજીભાઈ વરચંદ, મનોજ પાલેકર, તાલુકા મંત્રી બળવંતભાઈ છાંગા, નગર મંત્રી હસુભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...