તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરૂણાંતિકા:વરસામેડીમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આંચકો લાગતા રાષ્ટ્રીય પક્ષી મોર મોતને ભેટ્યો

અંજાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 6 મહિનામાં 6 મોરના વીજ શોકના કારણે જ મોત નીપજ્યા છતાં પણ કોઈ જ પગલાં નહીં

અંજાર તાલુકાના વરસામેડી ગામે પી.જી.વી.સી.એલ ની ગંભીર બેદરકારીના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરનું ડીપીમાં આંચકો લાગવાના કારણે મૃત્યુ થયું હતું. છેલ્લા 6 મહિનામાં 6 મોરના મૃત્યુ થયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં ન આવતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઇ છે.

આ અંગે વરસામેડી સેવા સમિતિના મંત્રી અરવિંદગર કલ્યાણગર ગુસાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે, વરસામેડી ગામના તળાવ પાસે પી.જી.વી.સી.એલ.ની ડીપી આવેલ છે. જેમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું વીજ આંચકો લાગતા મંગળવારે સવારના અરસામાં મૃત્યુ થયું હતું. જે અંગે તાત્કાલિક ધોરણે પી.જી.વી.સી.એલ અને ફોરેસ્ટ ખાતાને જાણ કરી દેવામાં આવી હતી. જે અનુસંધાને ફોરેસ્ટ ખાતા દ્વારા મોરના મૃતદેહને લઈ જઈ પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગામમાં અંદાજિત 500થી વધુ મોર છે અને તળાવ પાસે જ તેઓ દિવસ દરમ્યાન રહેતા હોય છે અને મોટું પક્ષી હોવાથી તળાવ પાર કાર્ય બાદ આરામ લેવા વાયર પર બેસે છે. જે સંદર્ભે છેલ્લા 6 મહિનામાં આ જ ડીપી માં સૉર્ટ લાગવાના કારણે 6 જેટલા મોરનું મૃત્યુ થયું છે. તેમજ એક મોર ગંભીર રીતે ઘાયલ થતા ફોરેસ્ટ ખાતાની મદદથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

થ્રી ફેસ તેમજ 11 કે.વી.ના વાયરો પાસે-પાસે હોવાથી અકસ્માતો થાય છે
તળાવ નજીક 2 ડીપી પાસે પાસે નાખવામાં આવી છે. જેમાં થ્રિ ફેસ તથા 11 કે.વી.ની લાઈનો જતી હોવાથી મોર વાયર પર બેસવાની સાથે જ તેને સૉર્ટ લાગી જાય છે. જેના કારણે પીવીસી પાઇપ નાખવા માટે પી.જી.વી.સી.એલ માં મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ માત્ર આશ્વાસન આપી કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાથી મોરના મૃત્યુનો સિલસિલો યથાવત રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો