તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકા અંતે જાગી:અંજારમાં સફાઈ બાબતે પાલિકા અંતે જાગી, અલગ અલગ ટીમો બનાવી

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક વોર્ડ દીઠ વોર્ડમેન ગોઠવાયા, દરરોજ સફાઈ કરી કાઉન્સિલરને જાણ કરાશે

અંજાર નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી સફાઈ બાબતે માથાકૂટ ચાલી રહી હતી, સફાઈ કોન્ટ્રાકટર કોઈને દાદ ન આપતો હોવાથી અને કાઉન્સિલરોમાં અંદરો અંદર ડખો ચાલતો હોવાથી વોર્ડ નં. 1 તેમજ અન્ય વિસ્તારોમાં ઓરમાયું વર્તન થતું હોય તેવી ફરિયાદો ઉઠી રહી હતી. પરંતુ આ સમસ્યાનો હલ લાવવા પાલિકાના પદાધિકારીઓ દ્વારા એક વ્યૂહ રચના ઘડી કાઢવામાં આવી છે. જેમાં 9 વોર્ડમાં 9 વોર્ડમેનોને ગોઠવી દેવામાં આવ્યા છે, જે દરરોજ સફાઈ કરી કાઉન્સિલરોને જાણ કરશે.

આ અંગે અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સફાઈ બાબતે શહેરમાં ફરિયાદો ઉઠી રહી હતી અને જેથી અંજાર નગરપાલિકાના સૌ પદાધિકારીઓ સાથે મિટિંગ કરી એક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શહેરમાં 9 વોર્ડમાં 9 વોર્ડમેનો રાખવામાં આવ્યા છે, જે સફાઈ કામદારો પર માથે ઉભી કામ કરાવશે અને સફાઈ થઈ ગયા બાદ તે વિસ્તારનો ફોટો પાડી તે વોર્ડના ચારેય કાઉન્સિલરોને મોબાઈલમાં મોકલી દેશે.

આ વ્યવસ્થાથી કાઉન્સિલરો પણ પોતાના વિસ્તારમાં જાગૃત રહેશે અને ક્યાં વિસ્તારમાં કે કઈ સોસાયટીમાં ક્યારે સફાઈ થઈ તે પણ દરરોજ જાણી શકશે. આ વ્યવસ્થા હાલમાં જ શરૂ કરવામાં આવી છે. જેને સેટ થતા કદાચ અઠવાડિયું લાગી જશે. જે બાદ શહેરમાં સફાઈ બાબતે કોઈ ફરિયાદ નહિ આવે તેવી અમો પદાધિકારીઓને આશા છે.

પોતાના ઘર પાસે કાયમી સફાઈ કામદારની માંગ કરતા કાઉન્સિલરોનો અવાજ દબાઈ ગયો
થોડા દિવસો પહેલા અમુક જુના કાઉન્સિલરો દ્વારા પોતાના ઘર પાસે કાયમી એક-બે સફાઈ કામદાર રાખવામાં આવે તેવી ગેરવ્યાજબી માંગણીઓ કરી હતી. જેથી એક બેઠક દરમ્યાન સત્તાપક્ષના કાઉન્સિલરો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જે બનાવ બાદ સ્વચ્છ છબી ધરાવતા કાઉન્સિલરો દ્વારા દરેક વોર્ડમાં થતી સફાઈ પર કાઉન્સિલર જાતે ધ્યાન આપે તેવી વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવતા ગેરવ્યાજબી માંગણીઓ કરતા કાઉન્સિલરોના અવાજ દબાઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...