મુશ્કેલી:અંજારમાં પાણી લિકેજ થતા પાલિકાએ રોડ ખોદયો

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજારના કળશ સર્કલ પાસે ખૂબ જ ખરાબ સ્થિતિમાં નેશનલ હાઇવે આવેલો છે. તેવામાં પાણીની લાઈનમાં ભંગાણ થતા પાલિકા દ્વારા ફોલ્ટ ગોતવા માટે કળશ સર્કલથી યોગેશ્વર ચાર રસ્તા પાસે જતા માર્ગને જ ખોદી નાખ્યા બાદ ફોલ્ટ મળ્યો હતો. પરંતુ હવે ફોલ્ટ મળી ગયા બાદ પણ ખાડો પુરવામાં ન આવતા વાહન ચાલકોને હલાકી ભોગવવી પડી રહી છે.

પાલિકાના પાણી પુરવઠા વિભાગના એન્જીનીયર ભીમજીભાઈ ચોટારા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કળશ સર્કલ પાસેથી શહેરની મુખ્ય પાણીની લાઇન જાય છે. જેમાં ભંગાણ પડતા ફોલ્ટ ગોતવા માટે માર્ગને ખોદવામાં આવ્યો છે. હાલે ફોલ્ટ મળી ગયો છે અને કોઈ લિકેજ થાય છે કે નહીં તે જોવા માટે ખાડો પુરવામાં નથી આવ્યો, 1-2 દિવસ બાદ નિરીક્ષણ કર્યા બાદ ધીમે ધીમેં આ ખાડાને પુરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...