તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:કળશ સર્કલથી યોગેશ્વર ચોકડી સુધી ભારે વાહનોની આવ-જા યથાવત

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંજારમાં આ માર્ગ પર ભારે વાહન પલટી મારી જતા જાનહાની ટળી

અંજાર શહેરની યોગેશ્વર ચોકડી અકસ્માતોના કારણે સતત ચર્ચામા રહેતી હોય છે ત્યારે આજે સવારે જાહેરનામાનો ભંગ કરીને યોગેશ્વર ચોકડીથી કળશ સર્કલ તરફ પસાર થતી ટ્રક અચાનક પલટી મારી ગયેલ હતી. જેમાં સદનસીબે કોઈ જાનહાની નહોતી થઈ. જિલ્લા કલેકટર દ્વારા તા. 22/7ના આખરી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં અમલવારી કરવામા પોલીસ તંત્ર નિષ્ફળ ગયું છે. જેના કારણે થોડા દિવસ અગાઉ ડો. હિતેશ ઠક્કર, અંજાર નગર પાલિકાના કોંગ્રેસી નગર સેવક જીતેન્દ્ર ચોટારા તેમજ સ્થાનીક લોકો દ્વારા ભારે વાહનોને રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

જે સંદર્ભે પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ કરવામાં આવી હતી. તો બીજી તરફ આ ચક્કાજામ બાદ પોલીસ દ્વારા જાહેરનામાના બોર્ડ પ્રતિબંધીત રોડ પર તેમજ રસ્તાની એન્ટ્રી પાસે બેરિકેટ રાખવામા આવ્યા હોવા છતાં આજે એક માલ ભરેલી ટ્રક પ્રતિબંધિત માર્ગ પર ધસી આવી હતી. તે અચાનક કોઈપણ કારણોસર પલટી મારી ગઈ હતી. જે સંદર્ભે હજુ પણ આ માર્ગ પર જાહેરનામાનું અમલ ન થતું હોવાનું સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...