કાર્યવાહી:ખેડોઈ પાસે રાત્રે પકડાયેલો દારૂ 25.30 લાખનો હતો, ટેન્કરની નંબર પ્લેટ પણ ખોટી નીકળી

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ટેન્કર સહિત રૂ. 45.41 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંજાર તાલુકાના ખેડોઈ ગામ નજીક હાઇવે પરથી પોલીસે ગુરુવારે રાત્રે છલોછલ શરાબથી ભરેલા ટેન્કરને ઝડપી મોટી સફળતા હાંસલ કરી હતી. જેમાં પોલીસે મુદ્દામાલની ગણતરી કર્યા બાદ શરાબ અને બિયરનો જથ્થો મળી રૂ. 25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. નવાઈની વાત તો એ હતી કે જે ટેન્કર ઝડપાયો હતો તેના નંબરપ્લેટ પણ ખોટી હતી. અંજારથી મુન્દ્રા જતા રોડ પર દારૂ ભરેલું ટેન્કર જઈ રહ્યું છે. તેવી મળેલી બાતમીના આધારે ખેડોઈ નજીકના ચાંપલ માતાજીના મંદિર પાસે પોલીસે દારૂ ભરેલો ટેન્કર ઝડપી લીધો હતો.

જેમાંથી વિદેશી દારૂની રૂ.20,02,500ની કિંમતની શરાબની કુલ 5340 બોટલો તેમજ રૂ. 5,28,000ના કિંમતના 5280 બીયરના ટીન સહિત કુલ રૂ. 25.30 લાખનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે બાડમેર, રાજસ્થાનમાં રહેતો 32 વર્ષીય ટેન્કર ચાલક ચુનીલાલ અમેદારામ જાટની અટકાયત કરવામાં આવી હતી. જેની પાસેથી બે મોબાઈલ અને 20 લાખનું ટેન્કર મળી કુલ રૂ.45.41 લાખનો મુદ્દામાલ અંજાર પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું કે, ટેન્કરમાં ખોટા નંબર પ્લેટ લગાવેલી છે. ટેન્કરના રજિસ્ટર નં. જીજે 12 બીટી 1948 હોવા છતાં પોલીસને ચકમો આપવા ખોટી નંબરપ્લેટ લગાડવામાં આવી હતી.

મોખા ટોલનાકા પાસેની હોટલ પર ટેન્કર છોડવાનો હતો
ઝડપાયેલા ડ્રાઇવરે જણાવ્યું હતું કે, તેને ટેન્કર આપનાર મદન નામના આરોપીએ મોખા ટોલ નાકા પાસે આવેલી એક હોટલ પર ટેન્કર છોડી દેવા જણાવ્યું હતું. આ ઉપરાંત માલ મોકલનાર સતત સોશ્યલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરી તેને ઓનલાઈન કોલ કરી સંપર્કમાં રહેતો હતો. જેથી પોલીસે ટેન્કરને ચાલક, મદન નામનો વ્યક્તિ, માલ મોકલનાર અને મંગાવનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...