અંજાર પોલીસ મથકે એક જ દિવસે 2 લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વરસામેડીમાં સરકારી જમીન પર પ્લોટ પાડી દુકાનો બનાવી તેને વેચનાર 2 ઈસમો તથા મેઘપર-બો. ભાડુઆત મકાન ખાલી ન કરતા જમીન પચાવી પાડવા પર પ્રતિબંધિત કાયદા હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અંજાર પોલીસ મથકેથી વરસામેડી ગામે રહેતા 49 વર્ષીય જગાભાઇ પચાણભાઈ રબારીની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ વરસામેડી સીમના સર્વે ન. 531/2 જે સરકારી જમીન હોવા છતાં આરોપી રામુ જીવ રબારી તથા ખોડા બધા રબારીએ પોતાના અંગત ફાયદા માટે તે જમીન પર 70થી 72 પ્લોટ પાડી દુકાનો તથા બ્લોકનો કારખાનો બનાવી તેમાંથી અમુક દુકાનો વેચી નાખી હોવાથી બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
તો બીજી તરફ મેઘપર-બો.ના વિઠ્ઠલ નગરના પ્લોટ નં. 89 પર બનેલો મકાન ફરીયાદી રતાભાઇ સોઢીયાએ આરોપી રાકેશકુમાર જમનાદાસ યાદવ પાસેથી ખરીદ્યો હતો અને બાદમાં 11 માસના કરાર પર તેને જ ભાડે આપ્યો હતો. જે બાદ કરાર પૂર્ણ થઇ જતા 2-3 મહિનાની વધારાની મુદ્દત પણ આપી હતી. છતાં આરોપીએ ઘર ખાલી કરી દેવાની જગ્યાએ બેઠક કરશો તો જ ખાલી કરીશ તેવું ખી ગેરકાયદેસર કબજો જમાવી બેસતા લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બંને ફરિયાદો નોંધાયા બાદ કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.