તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છના આઝાદીના આખરી લડવૈયા અંજારના 97 વર્ષીય તુલસીદાસભાઈ ધનજી જોબનપુત્રાનું શનિવારે મોડી રાત્રે નિધન થયું હતું. કરાચીમાં ચોથી નવેમ્બર 1924ના દિવસે જન્મેલા અને 1942ના ભારત છોડો આંદોલનમાં સક્રિય ભાગ લઇ ચૂકેલા તુલસીદાસભાઇએ માધ્યમિક શિક્ષણ કરાંચીમાં મેળવ્યા બાદ ભાગલા થતાં કચ્છમાં આવી પરિવાર સાથે અંજારમાં વસી ગયેલા ગયા હતા. તેમણે બી.એ., એલએલ.બી, કર્યા પછી શિક્ષણ પ્રત્યે લગાવ હોવાથી શૈક્ષણિક ડિગ્રી મેળવી હતી.
સ્વતંત્રસેનાની એવા સ્વ. તુલસીદાસભાઈ જે-તે વખતે વિધાર્થી યુનિયનના લીડર હતા અને અંગ્રેજો વિરોધી અવાજ ઉપાડતા તેમને નાશીકની જેલમાં 12 મહિના જેટલો જેલવાસ ભોગવવો પડયો હતો અને ત્યારબાદ પુણેની જેલમાં પણ તે જેલવાસ ભોગવી ચુક્યા છે. તેમનું જીવન તેમણે શિક્ષક તેમજ મુખ્ય શિક્ષક તરીકે અંજાર ઉપરાંત ભુજ, રાપર અને પાલનપુરમાં સેવા આપી વિતાવ્યું હતું. તેઓ અંજારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રથમ શાસનાધિકારી હતા.
વર્ષ 1972માં સ્વતંત્ર સેનાનીઓના સંમેલન દરમ્યાન ઇન્દિરા ગાંધી દ્વારા તેમને સન્માનિત કરવા બોલાવવામાં આવ્યા હતા પરંતુ જાહેરમાં સન્માન સ્વીકાર્ય ન હોવાથી તે કાર્યક્રમમાં ગયા ન હતા. જેથી પોસ્ટ મારફતે ઇન્દિરા ગાંધી દ્વારા સન્માન રૂપે તામ્રપત્ર મોકલવામાં આવ્યું હતું. જે બાદ એટ હોમ કાર્યક્રમ અંતર્ગત તેમને પ્રાંત અંધિકારી દ્વારા પણ તેમનું સન્માન કરાયું હતું.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.