ક્રાઇમ:પેટલાદની સગીરાનું અપહરણ કરનાર નાગલપરથી ઝડપાયો

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પેટલાદ તાલુકામાંથી સગીરાનું અપહરણ કરી મોટી નાગલપર ખાતે લઈ આવનાર આરોપી તથા સગીરાને અંજાર પોલીસના હવાલે કરાયો હતો. તા. 15/6ના આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પોલીસ સ્ટેશને સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઇ હતી. જે સંદર્ભે આ બનાવનો આરોપી અંજાર તાલુકાના મોટી નાગલપર ગામે મજૂરી કામ શોધતો હોવાની બાતમીના આધારે પૂર્વ કચ્છ એલસીબીએ ગામ મોરડ, તા. પેટલાદ, જી. આણંદમાં રહેતો 24 વર્ષીય અજય બુધાભાઈ પરમારને સગીરા સાથે ઝડપી પાડયા હતા.

અન્ય સમાચારો પણ છે...