તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:અંજારમાં અપહરણ કેસમાં પકડાયેલા આરોપીઓની ઓળખ પરેડ કરવાઈ

અંજારએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોર્ટ સમક્ષ આરોપીઓને ઓળખી લીધા, પોલીસે પુરાવાઓ એકત્રિત કર્યા

ઉત્તરાયણના એક દિવસ બાદ અંજારના એક વેપારીની દિકરીનું અપહરણ કરી વેપારી પાસે તે દિકરીની મુક્તિ માટે રૂપિયા દસ કરોડની ખંડણીની માંગણી કરવામાં આવી હતી. જે ચકચારી બનાવ અંતર્ગત અંજાર પોલીસે ઝડપી પડેલા કરેલા ચાર આરોપીઓને આજે કોર્ટ સમક્ષ ભોગ બનનાર યુવતીએ ઓળખી બતાવ્યા હતા.

આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, અપહરણ કરી ખંડણી માંગવા બનાવ અંતર્ગત 4 આરોપીઓ હિતેશભાઈ ઉર્ફે રાજ જંયતીલાલ કાતરીયા, રવજીભાઈ ઉર્ફે રવી ખીમજીભાઈ હડિયા, વિકાસ દયારામ કાતરીયા તથા હસમુખ બાબુભાઇ માળીની પોલીસે ધરપકડ કરી હતી. જે આરોપીઓના પોલીસ રીમાન્ડ મેળવી તપાસ દરમ્યાન આરોપીઓની એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ, અંજાર સમક્ષ ઓળખ પરેડ કરાવવામાં આવી હતી. જેમાં ભોગ બનનાર અને અન્ય સાક્ષીઓએ આરોપીઓને ઓળખી બતાવ્યા હતા.

ઉપરાંત પોલીસે આરોપીઓએ જે જગ્યાઓએથી ગુનો આચરવા મોબાઇલ ફોનની ખરીદ કરી હતી તથા ગાડીનો રંગ/વર્ણન બદલવા જે જગ્યાએથી રેડીયમ લીધી હતી, તે જગ્યાઓએથી તપાસ કરી પુરાવાઓ એકત્રિત કર્યા છે અને અન્ય આરોપીની ધરપકડ કરવા કાર્યવાહિ હાથ ધરી છે અને આરોપીઓ રિમાન્ડ પર હોવાથી તેમની ઝણવટભરી પૂછપરછ કરી પુરાવાઓ એકત્ર કરવા તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો