અંજારના યુવાનનું બોલિવૂડમાં પદાર્પણ:મહાનાયકની ચહેરે ફિલ્મમાં ગીત લખ્યું ‘તું, ગુજરાતી, હિન્દી​​​​​​​ ગીતો લખી નવો સિતારો ચમક્યો

અંજાર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 30 વર્ષની વયે અત્યાર સુધીમાં 10 ગીતો લખ્યા

ઐતિહાસિક અંજાર શહેર આમ તો સમગ્ર જગતમાં પ્રસિદ્ધ છે, સૂડી-ચપ્પુ, બાંધણી, મંજીરા વગેરે જેવી કારીગીરી અને જેસલ-તોરલ સમાધિ તેમજ અજેપાળ દાદાના મંદિરના કારણે પણ અંજાર છવાયેલું રહે છે. પરંતુ હવે અંજારના યુવાને શહેરને નવી ઓળખ આપી છે અને પોતાની કળા થકી અંજારનું નામ રોશન કર્યું છે.

અંજારમાં રહેતો અને એરપોર્ટ પર નોકરી કરતો માત્ર 30 વર્ષના ફરહાન મેમણ નામના યુવાને અત્યાર સુધી 10 ગીતો લખી નાખ્યા છે. જેમાં હાલમાં જ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને ઇમરાન હાસમી અભિનીત ફિલ્મ \”ચહેરે\”માં \”રંગ દરિયા\” ગીત વડે તેને બોલિવૂડમાં પદાર્પણ કર્યું છે.

આ બાબતે ફરહાન સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, શાળાના સમયથી જ તેને કવિતા-શાયરીનો શોખ હતો જે આગળ જતા બોલિવૂડમાં ગીતો કેમ લખાતા હશે તેવો વિચાર આવતા સંગીતકારોનું સંપર્ક કરી તેમને ગીતના મુખડા લખી મોકલવાનું શરૂ કર્યું હતું. જે દરમ્યાન મ્યુઝીક ડાયરેક્ટર ગૌરવ દાસગુપ્તાને રંગ દરિયા ગીત લખીને મોકલ્યું હતું. જે ઇમરાન હાસમીને પસંદ પડી જતા ચહેરે ફિલ્મમાં સ્થાન મળ્યું હતું.

ફરહાને વધુમાં જણાવ્યું હતું કે, તેને લખેલું પ્રથમ ગીત વર્ષ 2016માં અલ્યા હવે શું નામની ગુજરાતી ફિલ્મમાં આવ્યું હતું. આ ફિલ્મમાં તેના 2 ગીતો મોજ લાગે અને તારી કુદરત રિલીઝ થયા હતા. જે બાદ વર્ષ 2017માં નવરાત્રીના પર્વ નિમિતે હિન્દી-ગુજરાતી મિક્સ મારો મિત નામનો ગીત સિંગલમાં રજુ થયો હતો.

વર્ષ 2018માં પણ મધર્સ ડે નિમિતે મેરી માં અને ડબ સ્ટેપ રિલીઝ થયો હતો. વર્ષ 2019માં એક પ્રખ્યાત મ્યુઝિક કંપનીએ સારા બજેટ સાથે આલ્બમ સોંગ નૈના રિલીઝ કર્યો હતો, કોરોનાના સમયમાં વર્ષ 2020માં યુથ એન્થમ રિલીઝ થયા બાદ 2021માં કિસ્મત પલટાઈ હતી અને જુગનું નામનું સિંગલ ગીત રિલીઝ થતા તેણે ટીવી અને ઈન્ટરનેટ ધૂમ મચાવી હતી. બાદમાં વર્ષ 2022માં વેલેન્ટાઇન ડે નિમિત્તે મહેરમ અને બોલિવૂડમાં પદાર્પણ સાથે ચહેરે ફિલ્મમાં રંગ દરિયા ગીત રજુ થતા સમગ્ર ભારતમાં ખ્યાતિ મળી હતી.

ભવિષ્યમાં એ.આર. રહેમાન સાથે કામ કરવાની ઈચ્છા
ફરહાનને 90ના દશકના ગીતો ખૂબ ગમે છે, દિગ્ગજ સંગીતકાર એ.આર. રહેમાન અને સાઉથના એમ.એમ. કીરવાની સાથે કામ કરવાનું તેનું સ્વપ્ન છે. આવનારા ટુંક સમયમાં વેબ સીરીઝમાં પણ તેના ગીતો આવશે તેવી આશા પણ તેણે વ્યક્ત કરી હતી. ફિલ્મી ગીતો ઉપરાંત નોન ફિલ્મી ગીતોનું પ્લેટફોર્મ ભારતના કલાકારો માટે આશીર્વાદરૂપ હોવાનું પણ તેણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...