તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભ્રમ:અંજારમાં સંક્રમણને રોકવા આરોગ્ય વિભાગે નવી યોજના કાઢી, RT-PCR ટેસ્ટ જ ઘટાડી નાખ્યા

અંજાર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જો જો હો કોરોનાના કેસ ઘટ્યા નથી પણ ઘટાડવામાં આવ્યા છે
 • પહેલા દરરોજના અંદાજિત 200 ટેસ્ટ થતા
 • કોરોનાના કેસો વધતા હવે માત્ર 50 ટેસ્ટ જ થાય છે, આવી નીતિથી કોરોના વકરવાની દહેશત

છેલ્લા 3-4 દિવસોથી જિલ્લા પંચાયત દ્વારા બહાર પડાતી યાદીમાં અંજારમાં ખૂબ ઓછા કેસો આવતા હોવાથી લોકો પ્રફુલ્લિત થવા લાગ્યા છે અને આરોગ્ય વિભાગની મહેનતના કારણે કેસો ઓછા થયા છે તેવો ભ્રમ પાડવા લાગ્યા છે. પરંતુ હકીકત કઈક અલગ જ છે. ખરેખર અંજારમાં વધતા જતા સંક્રમણને રોકવામાં આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ ગયો છે અને સરકાર સમક્ષ પોતાનું સારું લગાડવા નવી યોજના ઘડી હોય તેમ RT-PCR ટેસ્ટની સંખ્યા જ ઘટાડી દેવામાં આવી છે.

આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અઠવાડિયા પહેલા અંજાર સરકારી હોસ્પિટલમાં રોજના અંદાજિત 200 આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા. જેના કારણે અંજાર શહેર અને તાલુકામાં સંક્રમણનો આંકડો ખૂબ ઉંચો આવી રહ્યો હતો. જેના પ્રતાપે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા અંજારના જવાબદાર આરોગ્ય અધિકારીને દરરોજ ખખડાવવામાં આવતા હતા. પરંતુ નિષ્ક્રિય થઈ પડેલા આરોગ્ય તંત્રએ કેસોને કાબુમાં લાવવા માટે એક નવી યોજના ઘડી કાઢી હતી અને 75 ટકા ટેસ્ટ ઓછા કરી નાખ્યા હતા એટલે કે પહેલા જે દરરોજ 200 ટેસ્ટ થતા હતા તેની જગ્યાએ હવે દરરોજના માત્ર 50 RT-PCR ટેસ્ટ જ કરવામાં આવી રહ્યા છે.

જેના કારણે અંજારમાં દરરોજ કોરોનાનો આંકડો ઘટતો હોય તેવું પ્રતિત થવા લાગ્યું છે. પરંતુ હકીકત એ છે કે, અંજારમાં દરરોજ કેસોની સંખ્યા વધી રહી છે અને પરિસ્થિતિ હાથથી બહાર નીકળી ગઈ છે. જેના કારણે હાલની સ્થિતિએ પણ અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. પરંતુ આરોગ્ય તંત્ર પોતાનું સારું લગાડવા માટે દિવસ-રાત મહેનત કરી ગમે તે રીતે કોરોનાના ઓછા આંકડા અને મૃત્યુની નહિવત સંખ્યા દર્શાવાના પ્રયત્નો કરી રહ્યું છે.

ભુજની લેબમાં રિપોર્ટની સંખ્યા વધી જતાં ટેસ્ટ ઘટાડાયા
આ અંગે આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોનાનો સરકારી RT-PCR ટેસ્ટ કરતી 2 લેબોરેટરી ભુજમાં સ્થિત છે. આ બંને લેબનો સાથે મળી દરરોજના 450 રિપોર્ટ કરવાની ક્ષમતા છે. પરંતુ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા હોવાથી દરરોજના 2000 સેમ્પલ બંને લેબમાં મુકવામાં આવી રહ્યા હતા. જેના કારણે જ 5 દિવસે RT-PCRનો રિપોર્ટ આવતો હતો. હાલ આ બંને લેબમાં એટલા હદે સેમ્પલ આવી ગયા છે કે એકેય રીતે પહોંચી વળાય તેમ નથી. જેના કારણે સમગ્ર જિલ્લામાં રિપોર્ટની સંખ્યા ઓછી કરાઇ છે.

હજુએ આંકડા તો માત્ર સરકારના જ લેવાય છે, ખાનગી લેબોરેટરીના નહીં
રાજ્યમાં કોઈપણ કારણોસર માત્ર સરકાર દ્વારા કરવામાં આવેલા RT-PCR રિપોર્ટને માન્ય ગણવામાં આવી રહ્યા છે અને તેના જ આંકડા પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ખાનગી લેબો કે જે કાયદેસર રૂપિયા લઈ રિપોર્ટ કરે છે તેના રિપોર્ટ શા માટે માન્ય ગણવામાં નથી આવતા? અને જો ખાનગી લેબોરેટરીના રિપોર્ટ સાચા નથી હોતા તો તેમને પરવાનગી શા માટે આપવામાં આવી છે તેવા પ્રશ્નો પણ વહેતા થયા છે. ખરેખર જો સરકારી અને ખાનગી બંનેના રિપોર્ટનો આંકડો રજૂ કરાયા તો મોટી સંખ્યામાં કોરોના સંક્રમણ ફેલાયો છે તે સાબિત થઈ શકે તેમ છે.

તંત્રએ આશ્વાસન આપ્યું પણ અંજારમાં રસીકરણ ન કરાયું
જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં કોરોનાનું સંક્રમણ ધરાવતા અંજારને 18 વર્ષથી વધુના વ્યક્તિઓને રસીકરણ કરવાની યોજનામાં પડતું મૂકી દેતા ભારે વિરોધ જોવા મળ્યો હતો અને એક તબક્કે યાદી તૈયાર કરનાર અધિકારી સામે પગલાં ભરવા સુધીની માંગ પણ કરાઈ હતી. પરંતુ બાદમાં તંત્ર દ્વારા 2જી તારીખથી અંજાર સહિત સમગ્ર જિલ્લામાં રસીકરણ થશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ અંજારની પ્રજાને માત્ર લોલીપોપ આપી હોય તેમ જાહેરાત કાર્ય બાદ હજુ સુધી એક પણ ડોઝ આપવામાં આવ્યો નથી. જેના કારણે પ્રજામાં અતિ આક્રોશ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો