તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અંજારના કોટડામાં યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયું

અંજાર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મેઘપર-બો. માંથી 14 વર્ષીય સગીરાનું અપહરણ

અંજાર તાલુકાના કોટડા ગામે યુવતીનું અપહરણ કરી જઈ નખત્રાણાની વાડીમાં 2 દિવસ દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને ભુજમાં મૂકી આરોપી નાસી ગયો હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે દુધઈ પોલીસ મથકેથી કોટડા ગામની વાડીમાં રહેતી ભોગ બનનાર 19 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 27/3ના ટીંડલવા, તા. રાપરમાં રહેતો આરોપી અજિત સગરામ કોલીએ યુવતીના ભાઈના મોબાઈલમાં ફોન કરી વાડીમાં રાત્રે 1 વાગ્યે બોલાવ્યો હતો.

જ્યાં ધાક-ધમકી કરી યુવતીનું અપહરણ કરી તેને મોટરસઈકલ મારફતે મુન્દ્રા લઈ જઈ બાદમાં બસ મારફતે ભુજ અને બાદમાં નખત્રાણા લઈ ગયો હતો. જ્યાં એક વાડીમાં બે દિવસ રાખી યુવતીની મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પરત ભુજની એક વાડીમાં લાવી હું હમણાં આવું તેવું કહી ત્યાંથી નાસી ગયો હતો. બાદમાં વાડીના શેઠિયાએ યુવતીના પરિવારનો સંપર્ક કરી યુવતીને પરિવારને સોંપ્યો હતો. બનાવ બાદ યુવતીએ આરોપી વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા દુધઈ પોલીસે વધી તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ મેઘપર-બોના ટીમ્બર વિસ્તારમાં રહેતી ભોગ બનનાર સગીરાની માતાની નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ આજે સવારના અરસામાં સગીરા માસીના ઘરે જવાનું કહી ઘરેથી નીકળી હતી પરંતુ બપોર સુધી તે પરત ન આવતા પરિજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં સગીરા મળી ન આવતા આખરે અંજાર પોલીસ મથકે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા અપહરણ કરાઈ જવાના શકના આધારે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો