કાર્યક્રમ:પૂર્વ રાજ્ય મંત્રીએ સ્નેહમિલનના બદલે વ્રજપ્રભાવગ્રંથ કથાનું આયોજન કર્યું

અંજાર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રતનાલમાં 1995થી ચાલી આવતી પરંપરાનું સ્વરૂપ બદલાયું, પિતૃ સ્મરણાર્થે કથા સહિતના કાર્યક્રમો યોજાશે

અંજારના ધારાસભ્ય અને પીરવ રાજયમંત્રી વાસણભાઇ આહીર દ્વારા વર્ષ 1995થી એક પરંપરા શરૂ કરવામાં આવી હતી. જેમાં દર વર્ષે લાભ પાંચમના દિવસે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. પરંતુ વર્ષ 2019માં દુઃખદ પ્રસંગ અને વર્ષ 2020માં કોરોનાના કારણે આ પરંપરામાં ભંગ પડ્યો હતો. પરંતુ ચાલુ વર્ષે ફરી આ પરંપરાને આગળ ધપાવતા સ્નેહમિલનની જગ્યાએ તેનું સ્વરૂપ બદલી વ્રજપ્રભાવગ્રંથ કથા પારાયણનું આયોજન કરી ફરી પરંપરા નિભાવી છે.

અંજાર તાલુકાના રતનાલ ગામે યદુનંદન નગરમાં વાસણભાઇ આહીરના નિવાસસ્થાન માધવધામ મધ્યે ભોજાણી પરિવાર દ્વારા આયોજિત પિતૃ સ્મરણાર્થે તા. 27/11થી 3/12 સુધી શ્રી વ્રજપ્રભાવગ્રંથ કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. જેના વક્તા સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકામદાસજી મહારાજ રહેશે અને તેમની સાથે રતનાલ સચ્ચિદાનંદ મંદિરના સાધુ ભગવાનદાસજી મહારાજ બિરાજશે. આ કથા દરમ્યાન તા. 27/11ના સવારે રતનાલ સચ્ચિદાનંદ મંદિરથી પોથીયાત્રા નીકળશે.

જે બાદ સંતો-મહંતો દ્વારા દીપપ્રગટ્ય કરી કથાની શરૂઆત કરવામાં આવશે. આ કથા દરમ્યાન તા. 30/11ના કૃષ્ણ જન્મોત્સવ, તા. 2/12ના રાધા-કૃષ્ણ વન વિવાહ બાદ કથાની પુર્ણાહુતી થશે. જે બાદ તા. 4/11ના નિજાનંદ રક્ષાસ્રોત પાથ અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા દરમ્યાન તા. 2/12ના રાત્રે કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવી દ્વારા જાહેર સંતવાણી પણ કરવામાં આવશે. આ કથા GTPL કથા સહિતના માધ્યમોમાં લાઈવ પ્રદર્શિત થશે.

અન્ય સમાચારો પણ છે...