તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:રતનાલના ગૌશાળાના ગોદામમાં આગ લાગતા 6 મહિના ચાલે તેટલો ચારો સ્વાહા

અંજાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
12 કલાકની જહેમત બાદ આગ કાબુમાં - Divya Bhaskar
12 કલાકની જહેમત બાદ આગ કાબુમાં
 • જોકે ગોડાઉનથી દૂર હોતાં ગાયો સુરક્ષિત, ચાર આગ બંબા કામે લાગ્યા

અંજાર તાલુકાના રતનાલ ગામમાં આવેલ ચારાના ગોડાઉનમાં ગત રાત્રે અચાનક ભયંકર આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં અંદાજિત 20 લાખની કિંમતનો 6 મહિના ચાલે તેટલો ગાયો માટેનો ચારો રાખવામાં આવ્યો હતો. જે આગ લાગવાના બનાવના કારણે બળીને ખાખ થઈ ગયો હતો. બનાવ અંગે મળતી માહિતી મુજબ રતનાલની ગૌશાળાના ચારો રાખવાના ગોડાઉનમાં ગત મોડી રાત્રે અંદાજિત 2 વાગ્યાના આસપાસ કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેની જાણ ગામલોકોને થતા તાત્કાલિક ગ્રામજનો આ ગોડાઉન પાસે પહોંચી આવ્યા હતા.

પરંતુ આ ગોડાઉનનો દરવાજો લોખંડનો હોવાથી મહામહેનતે તેને કાપવામાં આવ્યો હતો. આ આગ બુજાવવા માટે ભુજ નગરપાલિકાની બે, અંજાર નગરપાલિકાની એક, બીકેટી અને વેલસ્પન કંપનીની એક - એક ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક રતનાલ દોડી આવી હતી. પરંતુ 12 કલાક સુધીની મહેનત કર્યા બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ આ આગના કારણે આ ગોડાઉનમાં રાખેલો અંદાજિત 20 લાખનો 6 મહિના ચાલે તેટલો ચારો બળી ગયો હતો. તો બીજી તરફ આ આગ એટલી ભયંકર હતી કે ગોડાઉનની છતને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકશાની આવી છે અને પોપડા પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

ગામલોકોએ લોડર મારફતે ચારો બચાવવાનો પ્રયત્ન કર્યો
રતનાલ ગામના સ્ટેડિયમ પાસે ગાયોનો વાડો તથા તેનાથી થોડે દુર ચારો રાખવાનો ગોડાઉન છે. જેમાં આગ લાગતા ગામના મોટા ભાગના લોકો ગોડાઉન પાસે પહોંચી આવ્યા હતા અને ફાયરની ટીમોને મદદ કરી શકાય તે માટે ગામના જ ટ્રેકટર અને લોડર દ્વારા શક્ય હતો એટલો બળવાથી બચી ગયેલો ચારાને અન્યત્ર સ્થળે રાખવામાં આવ્યો હતો. તેમ છતાં ગોડાઉનનો મોટાભાગનો ચારો બળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો