તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કચરાના ઢગલામાં આગ લાગતા સમગ્ર અંજારમાં ધુમાડો ફેલાયો

અંજાર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સતાપર ફાટક પાસે ખુલ્લી જગ્યામાં કચરા સાથે ફાઇબર સીટ બળતાં વાસ ફેલાઈ

અંજારમાં સતાપર ફાટક પાસેની ખુલ્લી જગ્યામાં રહેલા કચરાના ઢગલામાં કોઈએ ફાઇબર સીટમાં આગ લગાવી નાખતા કાળા ધુમાડા સમગ્ર શહેરમાં પ્રસર્યા હતા. જેના કારણે સમગ્ર શહેરમાં પ્લાસ્ટિકની વાસ ફેલાઈ હતી.

સાંજના અરસામાં ફાઇબર સીટમાં લાગેલી આજ્ઞા કારણે આસપાસના પ્લાસ્ટિકના કચરામાં પણ આ આગ ફેલાઈ હતી અને ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા. જે શહેરમાં છેક ચિત્રકૂટ સોસાયટી સુધી પહોંચ્યા હતા અને આ ધુમાડાના કારણે સમગ્ર શહેરમાં પ્લાસ્ટિકની વાસ ફેલાઈ હતી.

સવારે વિડી રોડ પર ભૂંગામાં આગ લાગી હતી
અંજારમાં સવારના ભાગે વિડી રોડ પર આવેલા કાચા ભૂંગામા આગ લાગવાનો બનાવ બન્યો હતો. જે સંદર્ભે અંજાર ફાયર ફાયટરને બોલાવવામાં આવ્યો હતો. જેથી તાત્કાલિક આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જ્યારે સાંજના ભાગે સતાપર ફાટક પાસે આગ લાગતા અંજારમાં એક જ દિવસમાં 2 આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો