કઠોર પરિશ્રમ:અંજારમાં ચા વાળાની દીકરીએ ઇજનેરીની માસ્ટર ડીગ્રી હાંસલ કરી

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજારમાં ચા વેચી પેટિયું રડતા વ્યક્તિની પુત્રીએ કઠોર પરિશ્રમ કરી માસ્ટર ઓફ કોમ્પ્યુટર એન્જીનીયરીંગનો અભ્યાસ પૂર્ણ કરી પરિવાર તેમજ સમાજનું નામ રોશન કર્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ પહેલા જડેશ્વર મંદિર સામે અને હાલે શહેરના 12 મીટર રોડ પર ચા નો ધંધો કરતા ત્રમ્બકલાલ વેગડની દીકરી માનસીએ પિતાની મહેનત અને પોતાના કઠોર પરિશ્રમ બાદ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી, અમદાવાદ ખાતેથી માસ્ટર ઓફ કોમ્પ્યુટર એન્જીનીયરીંગની ડીગ્રી હાંસલ કરી છે. આ અંગે માનસી ત્રમ્બકલાલ વેગડે જણાવ્યું હતું કે તેમના પિતા વર્ષોથી ચા વેચવાનો વ્યવસાય કરે છે. જેથી માનસી ભણવામાં હોંશિયાર હોવાથી તેને આગળ વધારવા માટે તેમના પિતાની ખૂબ જ પ્રેરણા મળી હતી અને પિતાએ પેટે પાટા બાંધી ખાનગી કોલેજમાં મસમોટી ફી ભરી બી.ઈ. (બેચલર ઓફ એન્જીનીયરીંગ) કરાવ્યા બાદ તેને અમદાવાદની ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું હતું. જ્યાં ચોથો સેમેસ્ટર પૂર્ણ થતાં માનસીને 10.00 SIP અને 8.82 CPI નો ગ્રેડ પ્રાપ્ત થયો છે.

અન્ય સમાચારો પણ છે...