તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ નામંજૂર:આંબાપર ગ્રામપંચાયતને મળેલી બીજી તકમાં પણ બજેટ નામંજૂર

અંજાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 9 પૈકી 4 સભ્યો બજેટ મજૂર થવાના, 5 સભ્યોએ નામંજૂરના પક્ષમાં મત આપ્યા

અંજારના આંબાપર ગામે વર્ષ 2021-22 માટેનું બજેટ અગાઉની ગ્રામસભામાં નામંજૂર થયા બાદ તાલુકા વિકાસ અધિકારીના હુકમથી ફરીથી ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ 4 મતો બજેટ મંજુર કરવાની તરફેણમાં તથા 5 મતો નામંજૂર કરવાની તરફેણમાં પડતા બજેટ બીજી વખત નામંજૂર થયું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ આંબાપર ગ્રામપંચાયતમાં સરપંચ સહિત કુલ 9 સભ્યો છે. જે સંદર્ભે તા. 15/12/2020ના મળેલી આંબાપર ગ્રામસભામાં વર્ષ 2021-22ના અંદાજપત્રને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા પંચાયત કચેરીએથી અન્વેષણ થઈને આવેલા બજેટને તા. 15/3ના મળેલી સામાન્ય સભામાં બજેટ મંજુર કરવાની તરફેણમાં 4 અને નામંજૂર કરવાની તરફેણમાં 5 મતો પડ્યા હોવાથી બજેટ નામંજૂર કરાયું હતું. જે સંદર્ભે તા. 18/3ના અંજાર તાલુકા વિકાસ અધિકારીએ હુકમ કર્યો હોવાથી આજે એટલે કે મંગળવારે ફરી ખાસ સામાન્ય સભાનું આયોજન વિસ્તરણ અધિકારી પંચાયત (દુધઈ)ની હાજરીમાં સરપંચના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

જેમાં પણ બજેટ મંજુર કરવાની તરફેણમાં રમાઇબેન રાજેશ ખાટરિયા, ભાવનાબેન મગન રબારી, વેજીબેન રાણાભાઇ વાઘેલા તેમજ સરપંચ મંજુબેન ઉર્વિશભાઇ ખાટરિયાએ મત આપ્યા હતા. જ્યારે બજેટ તર્કસંગત ન હોતા રમેશ રામજી ગોયલ, ખીમજી સામત બરારિયા, પરસોત્તમ માદેવા ઝેર, જ્યોતિબેન શંકર બકુત્રા તેમજ લખીબેન રમેશ હુંબલ એમ પાંચ સભ્યોએ બજેટના વિરોધમાં મત આપ્યા હતા. જેેથી ફરી વખત આંબાપર ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થયું હતું.

જો ત્રીજી તકમાં બજેટ નામંજુર થયું તો પંચાયત સુપરસિડ
આંબાપર ગ્રામ પંચાયતનું બજેટ મંજૂર કરવા માટે પ્રથમ પ્રયાસ ગ્રામપંચાયતમાં મળેલી સામાન્ય સભા વખતે થયો હતો, જ્યાં બજેટ નામંજૂર તથા તેનો રિપોર્ટ તાલુકા પંચાયતને મોકલી દેવાયો હતો, જે બાદ ટી.ડી.ઓના હુકમ આધારે મંગળવારે બજેટ મંજુર કરવાની બીજી તક મળી હતી. જેમાં પણ બજેટ મંજુર થઈ શક્યું ન હતું. જેથી હવે જિલ્લા પંચાયતમાં આ બાબતે રિપોર્ટ કરાશે અને જિલ્લા પંચાયત દ્વારા ત્રીજી તક અપાશે. જો ત્રીજી તક બાદ પણ બજેટ બહાલ ન થયું તો ગ્રામપંચાયત સુપરસીડ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો