તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:અંજારમાં મુન્દ્રાના કસ્ટોડિયલ ડેથ કેસમાં આરોપીઓને તાત્કાલિક પકડવા માંગ કરાઈ

અંજારએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચારણ (ગઢવી) સમાજ દ્વારા મામલતદારને આવેદન અપાયું

મુન્દ્રા પોલીસ મથકમાં સમાઘોઘાના ગઢવી સમાજના યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો હતો. જે પૈકી એક યુવાનનું મૃત્યુ પણ થયું હતું. જે સંદર્ભે આ અમાનવીય કૃત્ય બાબતે આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે અંજાર ચારણ (ગઢવી) સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર તા. 19/1ના મુન્દ્રા પોલીસ કસ્ટડીમાં સમાઘોઘા ગામના ચારણ (ગઢવી) યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો હતો અને એક યુવાનને ક્રૂરતાથી મારી નાખવામાં આવ્યો હતો અને બે યુવાનોને મરવા માટે મુકી દેવામાં આવ્યા હતા. આ અમાનવિચ ઘટનાની કચ્છ ચારણ (ગઢવી) સમાજ નીંદા કરે છે અને ચારણ સમાજ તેનો વિરોધ કરે છે અને હેવાનીયત ભર્યા કૃત્ય આચરનારાએ પોલીસ કર્મચારીઓને જલ્દીથી પકડવામાં આવે અને આ કૃત્યમાં સામેલ હોય તેની તટસ્થ તપાસ કરી તેની પણ ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

ઉપરાંત આ ક્રુરતા ભર્યા કાંડનો શીકાર બનેલા ગઢવી યુવાનો સાધારણ ઘરમાંથી આવતા હોવાથી અવસાન પામનાર યુવાનને વળતર અને ઈજાઓ પામેલા ગઢવી યુવાનને મફત ઈલાજ અને વળતર સરકાર દ્વારા આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો