તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેસેન્જરનો અનોખો પેંતરો:કંડલા એરપોર્ટ પર વજન વધી જતા પેસેન્જર શરાબની બોટલ ભરેલી બેગ મૂકી રફુચક્કર થઈ ગયો, પોલીસે ચેકિંગ કરતા ભાંડો ફૂટ્યો

અંજાર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
કંડલા એરપોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
કંડલા એરપોર્ટની ફાઈલ તસવીર

અંજારના કંડલા એરપોર્ટ પર દિલ્લી જઇ રહેલા પેસેન્જરના લગેજનું વજન વધુ જતા તેણે એક બેગ એરપોર્ટ પર જ મૂકી દીધો હતો. જેની તપાસ કરતા બેગ માંથી મોંઘી શરાબની બોટલ તેમજ અન્ય સામાન મળી કુલ રૂ. 5084નો મુદ્દામાલ મળી આવતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ અંગે અંજાર પોલીસ મથકેથી કંડલા એરપોર્ટ ખાતે સિક્યુરિટીમાં ફરજ બજાવતા મહેન્દ્ર લીલાભાઈ રાઠોડની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 13/11ના બપોરે 3 વાગ્યે સ્પાઇસ જેટની દિલ્હી ફ્લાઇટના પેસેન્જર ગાજીયાબાદ, ઉત્તરપ્રદેશના રહેવાસી જૈન વિભોર પ્રમોદ પાસે 3 બેગ હતી.

પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
જેનું વજન વધી જતાં અને વધારાના લગેજના પૈસા ભરવાનું કહેતા તે રૂ. 2000ના કિંમતની કાળા કલરની બેગ છોડી અને સ્પાઇસ જેટના કર્મચારીને આ બેગ મારો માણસ લઈ જશે તેવું કહી દિલ્હીની ફ્લાઈટમાં ચાલ્યો ગયો હતો. જેથી બેગની તપાસ કરતા તે બેગ માંથી રૂ. 2500ના કિંમતની જોની વોકર સ્કોચ મળી આવી હતી. ઉપરાંત રૂ. 500ના કિંમતની કોસ્મેટિક આઇટમો, રૂ. 59 રોકડ તેમજ અન્ય આઇટમો મળી કુલ રૂ. 5084નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો